જીંદગીમાં ઠોકર વાગ્યા પછી જે રસ્તો દેખાય એ હંમેશા મંજિલ સુધી પહોચાડે છે…. : આકાંક્ષા

Spread the love

એપિસોડ -41

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -40: તમે પાછલાં અંકમાં વાચ્યું… સેન્ટી માહોલ ને હટાવા માટે આકાંક્ષા એના મમ્મી-પાપા ને રસોડા ની બહાર મોકલી આપે છે.આકાંક્ષા ના હાથે બનેલું જમવાનું જોઈ ને રમાબેન અને રાજેશભાઈ ભાવુક થઇ જાય છે અને રમાબેન આકાંક્ષા ના લગ્ન ના વિચાર માત્ર થી રડવા લાગે છે. એ પછી આકાંક્ષા એ પોતે ક્યાય જવાની નથી એવું કહી ને એની મમ્મી ને શાંત કરે છે એ પછી આકાંક્ષા ની UPSC ની પરીક્ષા ની વાત નીકળતા જ એના માં-બાપ એને સફળતા ના આશીર્વાદ આપે છે.)

સમય પાણી ની જેમ ફટાફટ વહેતો હતો અને આકાંક્ષા ના અરમાન ની લહેરો પણ વધારે ઉપર ઉઠતી હતી. એ ખુબ મહેનત કરી રહી હતી. બસ , હવે જોવાનું એ હતું કે આ મહેનત અને એની ઈશ્વર પ્રત્યે ની શ્રદ્ધા રંગ લાવશે કે નહી?

( એક મહિના પછી……..સાંજ ના સમયે…….)
રમા બેન અને રાજેશભાઈ રવિવાર ની સાંજ ની ચા સાથે માણી રહ્યા હતાં. ત્યાં જ આકાંશા હાથ માં એક કાગળ લઇ ને આવી …..
“પાપા …..આ કાગળ માં સહી ની જરૂર છે વાચી ને સહી કરી આપો ….”
રાજેશભાઈએ વાચવા માટે કાગળ હાથ માં લીધો અને વાચતા વાચતા ચા નો કપ ટેબલ પર પાછો મૂકી ને ઉભા થઇ ગયા અને ચાર પાચ ડગલા કઈક વિચાર માં ભર્યા અને ઉભા રહી ને બોલ્યા,” આ જરૂરી છે? તું અહી રહી ને પણ આ કામ કરી જ શકે છે ને ? તો પછી દિલ્લી જવાની શું જરૂર છે?”
“પાપા ત્યાં શ્રેષ્ઠ નોલેજ અપાય છે અને મારે બે વર્ષ માટે NCERT માં જઈને માત્ર મારું ટાર્ગેટ પૂરું કરવું છે એ અને તમારી સામે IPS થઇ ને જ આવવું છે….તો મારા પર વિશ્વાસ રાખી ને સહી કરી આપો “ આકાંક્ષા એ એના પાપા ને ખાતરી માં લેતા કહ્યું.

“ ઠીક છે તારા ભવિષ્ય માટે અને તારા પર વિશ્વાસ રાખી ને સહી કરું છું” એના પાપા એ સહી કરતાં કહ્યું.
“ થેક્યું પાપા …..હું તમને નિરાશ નહી કરું……”
“ક્યારે નીકળવાનું છે ત્યાં જવા માટે ? તારી જરૂરિયાત નો સમાન નું એક લીસ્ટ બનાવ તો આપડે જઈ ને લઇ આવીએ …” રાજેશભાઈ બોલ્યા.
“ હા પાપા….આ અઠવાડિયા માં નીકળવું પડશે કારણ કે પ્રિલિમ્સ નજીક છે તો જેટલા જલ્દી જોઈન કરું એટલું વધારે સારું મને થોડો વધારે સમય મળી જાય….” આકાંક્ષા એ તૈયારી બતાવતા કહ્યું.

આકાંક્ષા બે વર્ષ માટે જતી હતી તો એને વિચાર્યું કે બધા ફ્રેન્ડસ ને મળી લે ….. એને બધા ને ફોન કરી ને કોફી કાફે પર મળવાનું કહ્યું…..આ એ જ કાફે છે જ્યાં એ લોકો અવાર નવાર મળતા હોય છે…..એ તૈયાર થઇ ને મમ્મી-પાપા ને કહી ને એના ફ્રેન્ડસ ને મળવા નીકળી પડી……

આશરે પંદરેક મિનીટ માં એ કાફે પર પહોંચી બીજા બધા આવી ને બેઠા હતાં…..બધાએ એને હેલ્લો કર્યું પરંતુ હજી એની નઝર કોઈ ને શોધી રહી હતી…….અને થોડી ક્ષણો બાદ એ બોલી,” આ હર્ષ ક્યાં છે ? એ હંમેશા લેટ જ કેમ આવે છે ???”
“ યેસ …….આઈ એમ હિઅર ડીઅર ……..” કહી ને હર્ષ તબલ પાસે આવી ને બેઠો.
બધા એ આ રીતે અચાનક જ મળવા બોલવાનું કારણ પૂછ્યું…..

થોડી વાર આકાંક્ષા કઈ ના બોલી પછી એને કાહ્યું,” હું દિલ્લી જી રહી છું આ શનિવારે…..બે વર્ષ માટે ….”
“કેમ???????” બધા એક સાથે બોલી ઉઠ્યા…..

“ UPSC માટે…..NCERT જોઈન કરવું છે તો મારફા નિરાશ થવાના ચાન્સીસ બિલકુલ નીલ થઇ જાય…..અને એટલે જ આજે તમને બધા ને ખાસ મળવા બોલાવ્યા છે…….અને ખાસ હર્ષ ને મળી ને થેન્ક્સ કહેવું હતું અહી સુધી પહોચવા માટે એનાથી થતી બધી જ મદદ કરી છે મારી જોડે જે પણ થયું એમાં મને ફરી થી ઉભી કરવાં માં હર્ષ નો ખુબ જ મોટો ફાળો છે અને એટલે આજે બધા ની વચ્ચે હું હર્ષ જોડે એક પ્રોમિસ લેવા માગું છું…….” આકાંક્ષા ઘણી બધી આશાઓ સાથે હર્ષ તરફ જોઈ ને બોલી.
“ અરે બોલ ને અક્કુ ……કઈ પ્રોમિસ જોઈએ છે…?” હર્ષ બોલ્યો.

“હું બે વર્ષ માટે મમ્મી- પાપા થી દુર  જઈ  રહી છું……મન ને ખુબ મનાવ્યા બાદ નિર્ણય લઇ શકી છું…..તો તારે મમ્મી-પાપા ને સાચવવાની જવાબદારી લેવી પડશે……અને મારા ગયા બાદ તારે એમની કાળજી રાખવી પડશે…… બોલ કરીશ મારા માટે આટલું ? ??” આકાંક્ષા વચન લેવા માટે પોતાનો જમણો હાથ હર્ષ તરફ કરતાં બોલી.
અને હર્ષ ને એના હાથ ની હથેળી માં પોતાની હથેળી મૂકી ને વચન પાળવા માટે માથું ધુણાવ્યું.
ત્યાં જ રીચા બોલી,” ચાલ બવ થયું ……આટલી મોટી ખુશ ખબર માં સેલિબ્રેશન તો બનતા હે …… ઓ વેઈટર ભાઈ…..” કઈ ને એને વેઈટર ને બુમ પાડી…….

(કલાક પછી ……)
બધું પતાવી ને બધા નીકળતા હતાં ત્યાં રીચા એ કહ્યું,”હું તારી સાથે આવું છું પેકીંગ કરવાંમાં મદદ કરવાં માટે.”
આકાંક્ષા બધા ને બાય કહી ને નીકળતી હતી બધા ના ચહેરા પર ખુશી હતી કદાચ એ વાત ની કે આજે આકાંક્ષા જ્યાં પહોંચી છે એમાં ક્યાંક વિશ્વાસ નો મોટો ફાળો રહ્યો છે …….અને આજ વાત પર કોઈ ના શબ્દો યાદ આવે છે…….
“ ઠોકર વાગ્યા પછી જે રસ્તો દેખાય એ હંમેશા મંજિલ સુધી પહોચાડે છે….”