આંધ્ર પ્રદેશનું એવું ગામ કે, જ્યાં સૂર્યાસ્ત પહેલા નાઈટી પહેરીને બહાર નીકળ્યા તો રૂપિયા 2000 નો દંડ!…વાંચો કયું ગામ ?

Spread the love

આંધ્ર પ્રદેશ, ૧૦મી નવેમ્બર. 

નાઈટ ડ્રેસ પહેરવા સામે શું વાંધો હોય ? આ પ્રશ્ન સામે સૌકોઈ તરત જ માથું ધુણાવીને કહેશે, કોઈ જ વાંધો ન હોવો જોઈએ. જોકે આપ સૌની માન્યતા સામે આંધ્ર પ્રદેશના વેસ્ટ ગોદાવરી જિલ્લામાં ગામના વડીલોએ એવા વિચિત્ર નિયમ બનાવ્યો કે  છેલ્લા 9 મહિનાથી સ્ત્રીઓએ દિવસ દરમિયાન નાઈટ ડ્રેસ પહેરવાનું બંધ કરી દીધું છે.

નવ મહિના પહેલા આંધ્ર પ્રદેશના ટોકાલાપલ્લી ગામમાં ૯ સભ્યોના વડીલોની ટીમે નિયમ બનાવ્યો છે. જેમાં સવાર 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યાની વચ્ચેમાં જો કોઈ સ્ત્રી નાઈટ ડ્રેસમાં જોવા મળશે તો તેને 2000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. એટલું જ નહિ પણ એકસૂત્રતા જળવાઇ રહે તે માટે નિયમનું ઉલ્લંઘન કરનારી સ્ત્રી વિશે જાણકારી આપનારા વ્યક્તિને 1000 રૂપિયા ઈનામ પણ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગામના વડીલોનું માનવું છે કે,  નાઈટ ડ્રેસ માત્ર રાત્રે પહેરવા માટે હોય છે. પોતાના આ નિર્ણયનું ગામની 1800 મહિલાઓ પાલન કરે છે. 

ગામના સરપંચ ફેન્ટાસિયા મહાલક્ષ્મીએ એક અખબારના પ્રતિનિધિને જણાવ્યું કે, નાઈટ ડ્રેસ પહેરીને જાહેરમાં કપડાં ધોવા, કરિયાણાની દુકાને જવું અને મીટિંગમાં હાજરી આપવી સારું નથી.