સોશ્યિલ મીડિયા પર યુઝરે કહ્યું, તાપસી, મને તારા બૉડી પાર્ટ્સ ઘણાં જ ગમે છે..? વાંચો પછી એક્ટ્રેસે શું જવાબ આપ્યો ?

Spread the love
 

મિ.રિપોર્ટર, ૨૦મી ડીસેમ્બર. 

બોલીવુડમાં પોતાની આગવી છાપ ઉભી કરનારી એક્ટ્રેસ તાપસી પન્નુ સોશ્યિલ મીડિયામાં પર ઘણી જ એક્ટીવ છે. તે તેના ટ્રોલર્સને જડબેસલાક જવાબ આપવા માટે જાણીતી છે. હાલમાં જ તાપસીએ સોશ્યિલ મીડિયા પર એક યુઝરને લઈ નાખ્યો હતો. આ વખતે તાપસીએ જે રીતે યુઝરની ભદ્દી કમેન્ટ્સનો જવાબ આપ્યો, તેનાથી દેશના લોકોનું મગજ ચકરાવે ચઢી ગયું છે અને એક્ટ્રેસ તાપસી પન્નુના જવાબનો અર્થ શોધવા માટે આખી રાત ગૂગલ પર સર્ચ કરતાં રહ્યાં હોવાની વિગતો બહાર આવી છે. 
 
Twitter પર એક  યુઝરે  ટ્વીટ કરતા લખ્યું હતું કે, ”તાપસી મને તારા બૉડી પાર્ટ્સ ઘણાં જ પસંદ છે” આ ટ્વિટ બાદ તાપસી ચૂપ બેઠી નહીં અને તેણે કંઈક ઉલ્ટી-સીધી વાત કહેવાને બદલે એકદમ અલગ અંદાજમાં જવાબ આપ્યો હતો. તાપસીએ લખ્યું હતું, ”Wow! I like them too. BTW which is your favourite ? Mine is the cerebrum.’
 

 

 

    •  
    •