ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા બે દિવસીય ટાઇમ્સ પ્રોપર્ટી બરોડા એક્સપો યોજાશે

www.mrreporter.in

વડોદરા- પ્રોપર્ટી, ૧૭મી સપ્ટેમ્બર. 

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરામાં 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ટાઇમ્સ પ્રોપર્ટી બરોડા એક્સપો 2022નું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય એક્સપો સુર્યા પેલેસ ખાતે ગ્રાન્ડ મર્ક્યુરીમાં બોલ રૂમ ખાતે સવારે 10થી રાત્રે 8 વાગ્યા સુધી યોજાશે.  

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

ખૂબજ આતુરતાથી રાહ જોવાતા પ્રોપર્ટી એક્સપોની રજૂઆત એચડીએફસી હોમ લોન તથા બીજા કેટલાંક પ્રતિષ્ઠિત સહભાગીઓ દ્વારા થઇ રહી છે. તેમાં એલમ્બિક રિયલ એસ્ટેટ, આસોપાલવ રિયાલ્ટી, ઓરો ગ્રૂપ, આદિત્ય ગ્રૂપ, કોર્ટયાર્ડ ગ્રૂપ, દર્શનમ, કામાક્ષી ગ્રૂપ, કેપસર, કાબેલ બિલ્ડકોન, મધુવન ગ્રૂપ, પેવેલિયન હાઇટ્સ, પ્લેટિનમ ગ્રૂપ, પોલારિસ, પ્રથમ, રામાહ ગ્રૂપ, સચિન પટેલ એસોસિયેટ્સ, સમન્વય રિયાલ્ટી, સમૃદ્ધિ, સંજીવની ડેવલપર્સ, એસપી ઇન્ફ્રા અને વિહાવ વગેરે સામેલ છે.

આ એક્સપોમાં 100થી વધુ સાઇટ્સ પ્રદર્શિત કરાશે, જે હાયર અપર ક્લાસની સાથે-સાથે દરેક વર્ગના લોકોની જરૂરિયાત મૂજબની રહેશે. તેની સાથે-સાથે એચડીએફસી હોમ લોન ઉપસ્થિતિ લોકોને ઘણાં નીચા વ્યાજદરો ઓફર કરશે. આ એક્સપોમાં પ્રવેશ માટે કોઇપણ પ્રકારની ફી વસૂલાશે નહીં તથા મુલાકાતીઓ આકર્ષક પ્રાઇઝ જીતવાની પણ તક મેળવશે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply