વડોદરાની 76 બેઠકો પર સાંજે 4 વાગ્યા સુધી 33.45 ટકા મતદાન થયું , રાજકીય પક્ષોની ચિંતા વધી !

www.mrreporter.in

રાજનીતિ-વડોદરા,મી.રિપોર્ટર, 21મી ફેબ્રુઆરી

વડોદરા મહાનગરપાલિકાની 19 વોર્ડની 76 બેઠકો માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં 280 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. જોકે મતદારોમાં ભારે  રોષ હોવાને લીધે સાંજે 4 વાગ્યા સુધીમાં માત્ર 33.25 ટકા જ થયું છે. મતદારોમાં મતદાન ને લઈને ભારે નિરસતા જોવા મળતાં રાજકીય પક્ષોમાં ઓછાં મતદાન ને લઈને નિરાશા વ્યાપી ગઈ છે. મતદાન કરાવવા માટે રાજકીય પક્ષો એડીચોટી નું જોર લગાવીને મતદારોને મતદાન મથકે લઇ જવા માટે ગાડીની વ્યવસ્થા કરી રહ્યા છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

 

અત્રે ઉલ્લેખનીય છેકે, ચૂંટણી વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ દર્દી હોય અને તેઓ મતદાન કરવા માગતા હોય તેની અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીઓ સાંજના સમયે 5 થી 6 માં મતદાન કરી શકશે. વડોદરામાં કોરોના દર્દીની વાત કરીયે તો 700 જેટલા દર્દીઓ છે. જેમાંથી 100 થી 150 આઈ.સી.યુ માં સારવાર લઇ રહ્યા છે. જયારે બાકીના 600 પૈકી કેટલા મતદાન કરવા માટે આવે તેની પણ ચિતા રાજકીય પક્ષોને થઇ છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply