શાળામાં મોડા પહોંચતા ટીચરે ઉતરાવ્યાં વિદ્યાર્થીઓના કપડા, તડકામાં ઊભા રાખ્યા ને થયો વિવાદ ? વાંચો ક્યાં ?

Spread the love

આંધ્રપ્રદેશ, મિ.રિપોર્ટર, ૨૮મી ડીસેમ્બર. 

આંધ્રપ્રદેશના ચિતૂર જિલ્લામાં આવેલી એક સ્કૂલમાં મોડા પહોંચેલા છ વિદ્યાર્થીઓને ક્લાસની બહાર કપડા ઉતરાવી ઊભા રહેવાની ‘સજા’ આપવામાં આવી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વિડીયોમાં સ્કૂલના એક ક્લાસની બહાર કેટલાક વિદ્યાર્થીઓ કપડા વગર દેખાઈ રહ્યા છે. 

આંધ્રપ્રદેશના ચિતૂર જિલ્લામાં આવેલી સ્કૂલમાં ભણતાં બધા બાળકો ત્રીજા અને ચોથા ધોરણના છે. વીડિયો વાઈરલ થયા બાદ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે સ્કૂલ સામે ફરિયાદ કરી છે. જેના આધારે કલેક્ટર દ્વારા સ્કૂલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પુંગાનુરું પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર પી.ગૌરી શંકરે કહ્યું કે સ્કૂલના એકેડમિક ઈન્ચાર્જ દુલમ ભુવનેશ્વરી અને કોરેસ્પોન્ડેટ કાદિયાલા નાગરાજૂ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી સામે આઈપીસીની અનેક કલમો અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 75 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.