હોસ્પીટલમાં બેડ, દવા, વેક્સીન અને ઓક્સિજનની કમીઓને દુર કરવા માટે સુપ્રીમ કોર્ટે 12 સભ્યોની ટાસ્ક ફોર્સ બનાવી…કોણ કોણ છે ?

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી-મી.રિપોર્ટર, ૮મી મે.

દેશમાં કોરોનાની બીજી ઘાતક લહેર વચ્ચે હોસ્પીટલમાં બેડ, દવા, વેક્સીન અને ઓક્સિજનની ભારે કમી છે. આ કમીઓને દુર કરવા માટે  સુપ્રીમ કોર્ટે આજે એક નવી ટાસ્ક ફોર્સ બનાવી છે. આ ટાસ્ક ફોર્સ દવાઓની ઉપલબ્ધતા માટે જરૂરી ઉપાયોનું સુચન આપશે. તે સાથે જ રાજ્યોને ઓક્સિજન સપ્લાય કરવાની વૈજ્ઞાનિક અને વ્યવહારુ ફોર્મ્યૂલા પણ તૈયાર કરશે. આ ટાસ્કફોર્સમાં 12 સભ્યો રાખવામાં આવ્યા છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

સુપ્રીમ કોર્ટે બનાવેલી ટાસ્ક ફોર્સમાં કોનો કોનો સમાવેશ કરાયો ?

1. ડૉ. ભાબતોશ બિસ્વાસ, પૂર્વ વાઈસ ચાન્સેલર, પશ્ચિમ બંગાળ યૂનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ, કોલકાતા
2. ડૉ. દેવેન્દ્ર સિંહ રાણા, ચેરપર્સન, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, સર ગંગારામ હોસ્પિટલ, દિલ્હી
3. ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી, ચેરપર્સન એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, નારાયણા હેલ્થકેર, બેંગલુરુ
4. ડૉ. ગગનદીપ કાંગ, પ્રોફેસર, ક્રિશ્ચન મેડિકલ કોલેડ, વેલ્લોર, તમિલનાડુ
5. ડૉ. જેવી પીટર, ડિરેક્ટર, ક્રિશ્ચન મેડિકલ કોલેજ, વેલ્લોર, તમિલનાડુ
6. ડૉ. નરેશ ત્રેહાન, ચેરપર્સન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર, મેદાંતા હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ, ગુડગાંવ
7. ડૉ. રાહુલ પંડિત, ડિરેક્ટર, ક્રિટિકલ કેર મેડિસિન એન્ડ ICU, ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડ, મુંબઈ
8. ડૉ. સૌમિત્ર રાવત, ચેરમેન એન્ડ હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી એન્ડ લિવર ટ્રાન્સપ્લાન્ટ, સર ગંગારામ હોસ્પિટલ, દિલ્હી
9. ડૉ. શિવકુમાર સરીન, સીનિયર પ્રોફેસર, એન્ડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ હીપેટોલીજી, ડિરેક્ટર, ઈન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બાઈલિયરી સાયન્સ, દિલ્હી
10. ડૉ. જરીર અફ ઉદવાડિયા, કન્સલટન્ટ ચેસ્ટ ફિઝિશિયન, હિન્દુજા હોસ્પિટલ, બ્રીચ કેન્ડી હોસ્પિટલ એન્ડ પારસી જનરલ હોસ્પિટલ, મુંબઈ
11. સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ હેલ્ડ એન્ડ ફેમિલી વેલફેર
12. કન્વીનર ઓફ ધી નેશનલ ટાસ્ક ફોર્સ (જે પણ સભ્ય હોય) કેન્દ્ર કે કેબિનેટ સેક્રેટરી

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.