સૂર્ય 14 એપ્રિલ સુધી મીન રાશિમાં જ રહેશે : વૃષભ, કર્ક, ધન સહિત આ રાશિના જાતકોને ધનલાભ થશે, જાણો તમારી રાશિ ?

www.mrreporter.in
Spread the love

એસ્ટ્રો ગુરુ – મી.રિપોર્ટર, 15મી માર્ચ.

ગઈકાલે એટલેકે  14મી માર્ચ ને રવિવાર રોજ સૂર્યએ રાશિ બદલી છે અને  કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કર્યો છે.  હવે સૂર્ય 14 એપ્રિલ સુધી મીન રાશિમાં જ રહેશે.  આ મહિનામાં સૂર્ય સાથે જ દેવગુરુ બૃહસ્પતિ માટે વિશેષ પૂજન કર્મ કરવું જોઇએ. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

હવે સૂર્ય 14 એપ્રિલ સુધી મીન રાશિમાં જ રહેશે.  એટલકે દરેક જાતકોએ  શુભ લાભ મેળવવા માટે 14 એપ્રિલ સુધી રોજ સવારે સૂર્યોદય પહેલાં જાગી જવું અને સ્નાન કર્યા પછી સૂર્યને તાંબાના લોટાથી અર્ઘ્ય અર્પણ કરો. સૂર્ય મંત્રનો જાપ કરો. સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃ, ઓમ ખગાય નમઃ વગેરે. ગુરુ ગ્રહ માટે દર ગુરુવારે શિવલિંગ ઉપર ચણાના લોટના લાડવાનો ભોગ ધરાવો અને પીળા ફૂલ ચઢાવાથી લાભ મળશે. 

સૂર્ય 14 એપ્રિલ સુધી મીન રાશિમાં  હોઈ 12  રાશિઓ ઉપર સૂર્યની કેવી અસર  રહશે ? જાણો ? 

મેષઃ- સૂર્યના કારણે ખર્ચમાં વધારો થવાથી પરેશાનીઓ વધી શકે છે. આ કારણે આંખને લગતી સમસ્યાઓ થઇ શકે છે.

વૃષભઃ-  આવકમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. નોકરીમાં પ્રમોશન સાથે જ ધનલાભ પણ થઇ શકે છે.

મિથુનઃ-  ઘરમાં કોઇ શુભ કામ થઇ શકે છે. પરિવારની મદદથી કોઇ કામમાં સફળતા અને લાભ મળી શકે છે.

કર્કઃ- સૂર્ય નવમ ભાવમાં રહેશે. સમય શુભ રહેશે. ભાગ્યનો સાથ મળશે. માન-સન્માન અને સફળતા મળી શકે છે.

સિંહઃ- સૂર્ય આઠમા ભાવમા થઇ ગયો છે, આ કારણે અજાણ્યો ભય પરેશાન કરી શકે છે. તણાવ વધી શકે છે. મહેનત વધારે કરશો, તો લાભ મળી શકે છે.

કન્યાઃ- સૂર્યના સાતમા ભાવમા હોવાથી જીવનસાથી સાથે વાદ-વિવાદ થઇ શકે છે. પ્રેમ જાળવી રાખવો અને સમજી-વિચારીને વાત કરો. સાવધાન રહેવું.

તુલાઃ-  સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. દુશ્મનો હાવી થવાની કોશિશ કરશે, પરંતુ તમારું નુકસાન કરી શકશે નહીં.

વૃશ્ચિકઃ-  સૂર્યના કારણે સંતાન સુખ મળી શકે છે. નોકરી અને કાર્ય સ્થળમાં લાભ મળવાના યોગ છે. માન-સન્માન મળશે.

ધનઃ- સૂર્યના ચોથા ભાવમાં રહેવાથી લાભદાયક સ્થિતિઓ બની શકે છે. ધન મળવાના યોગ છે. ઘર-પરિવાર અને સમાજમાં સુખદ વાતાવરણ રહેશે.

મકરઃ- સૂર્યના ત્રીજા ભાવમાં રહેવાથી કોઇ મનગમતી જગ્યાએ ફરવા જઇ શકો છો. ભાઇઓ અને મિત્રોનો સહયોગ મળશે. ધનલાભ પણ થઇ શકે છે.

કુંભઃ- બીજા ભાવનો સૂર્ય લાભ આપી શકે છે. જોશમાં કોઇ કામ કરશો નહીં. ધૈર્ય જાળવી રાખવું. આંખ સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે.

મીનઃ- હવે સૂર્ય આ રાશિમાં 14 એપ્રિલ સુધી રહેશે. વર્ચસ્વમાં વધારો થઇ શકે છે. લાભ મળી શકે છે. વિઘ્નો દૂર થવાના યોગ છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.