વડોદરા- એજ્યુકેશન, મિ.રિપોર્ટર, ૧૦મી મે.
શહેરના સેવાસી પાસે આવેલી નવરચના યુનિવર્સીટીના સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડીઝાઇન અને આર્કીટેક્ચર (SEDA) ના વિદ્યાર્થીઓ વાર્ષિક પ્રદર્શનના ભાગરૂપે વડોદરાની ધરોહર અને હેરીટેજ વારસાને સાચવવાની ટેકનીક અને મોડલ તૈયાર કર્યા છે. SEDA ના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા હેરીટેજ અને ઈકોલોજીકાલ મોડલમાં વડોદરા રેલ્વે સલોન, ભદ્ર કચેરી, સેવાસી વાવ, ભાયલીનું તળાવ
સહિતના અનેક મોડલ તૈયાર કર્યા છે. આ મોડલને વાસ્તવિક રૂપે તેમાં કોઈ પણ જાતની તોડફોડ વગર સાચવી શકાય તેવી રીતે વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા છે. વડોદરાની ધરોહર અને હેરીટેજ વારસાના મોડલ તૈયાર કરનાર નવરચના યુનિવર્સીટીના સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડીઝાઇન અને આર્કીટેક્ચર (SEDA) ના વિદ્યાર્થીઓ તેમજ નવરચના યુનિવર્સીટીના ચેરમેન શ્રીમતી તેજલ અમીન શું કહી રહ્યા છે… જુઓ…વિડીયો…..