સેનાનો જવાન ફેસબુક પર દોસ્તી કરીને ફસાયો, હવે યુવતી વ્હોટસઅપ પર જવાનને ન્યૂડ તસવીર મોકલીને પરેશાન કરે છે.

Spread the love

મિ.રિપોર્ટર, ૧૭મી નવેમ્બર.

સોશિયલ  નેટવર્કિંગ પ્લેટફોર્મ ફેસબુક પર સામાન્ય રીતે કોઈ યુવક-યુવતીને પરેશાન કરતો હોય તેવા કિસ્સાઓ બને છે. જેમાં યુવક યુવતીની માહિતી તેમજ ફોટોગ્રાફ્સ લઈને ડમી એકાઉન્ટ બનાવવાથી લઈને તેનો નંબર પોર્ન કે અન્ય રીતે મુકીને બ્લેકમેલ કરતો હોવાના અનેક કિસ્સાઓ બને છે. જો કે કોઈ યુવતી કોઈ સામાન્ય નહિ પણ આર્મીના જવાનને પરેશાન કે બ્લેકમેલ કરતી હોય તેવો પહેલો શરમજનક કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. 

પંજાબના ગઢદીવાલાની એક યુવતીએ સેનાના જવાન સાથે પહેલા ફેસબુક દ્વારા દોસ્તી કરી ત્યારબાદ વ્હોટસએપ દ્વારા મીઠી-મીઠી વાતો શરૂ કરી હતી. થોડા સમય બાદ યુવતીએ પોતાનું પોત પ્રકાશ્યું હતું. જ્યાં યુવતી એક વખત સેનાના  જવાનને  રૂબરૂ મળી, જો કે તેને તેનો ચહેરો કવર કરી લીધો હતો. યુવતીએ સેનાના જવાનને  જણાવ્યું હતું કે આસપાસ તેના જાણીતા લોકો હોવાથી ચહેરો નહીં બતાવી શકે. આ યુવતી હવે આ જવાનને તેની ન્યૂડ તસવીર વ્હોટસઅપ પર મોકલીને પરેશાન કરી રહી છે.  આ અંગે બમ્બોવાલ ગામના નિવાસી સંદીપ સિંહે યુવતી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે. સંદીપનો ભાઈ મનદીપ આર્મીમાં છે.