મિ.રિપોર્ટર, ૨૯મી નવેમ્બર.
બાળકોને સંસ્કાર અને શિક્ષણના પાઠ ભણાવનારા શિક્ષક અને શિક્ષિકા જ એવી લાંછનરૂપ હરકત કરી લે છે કે, માત્ર બાળકો જ નહિ પણ તેમના વાલીઓના માનસપટ પર ઘણી ઘેરી અસર થાય છે. આવો જ એક કિસ્સો કપડવંજની શાળાના આચાર્ય અને શિક્ષિકાના વચ્ચેનો પ્રેમ પ્રકરણ ચર્ચાના ચકડોળે ચઢ્યા બાદ બંનેની કામુક અવસ્થાની અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ ભારે હોબાળો મચી ગયો છે. વિવાદને વધુ વકરતો જોઈએ ને શિક્ષિકાએ આખરે આચાર્ય વિરુદ્ધ કરી અરજી કરતા પોલીસે આઈ.ટી એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા જિલ્લાના કપડવંજ શહેરની એમ.પી. હાઈસ્કુલના પ્રિન્સીપાલ જતિન પટેલ અને સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી સ્વરુપવાન શિક્ષિકા વચ્ચેના અંતરંગ સંબંધોને ઉજાગર કરતા અંગત પળોની તસ્વીરો વાયરલ થઈ જતાં સમગ્ર જિલ્લાનો શિક્ષણ સમાજ શર્મસાર થઈ જવા પામ્યો હતો. વાઈરલ થયેલાં ફોટોમાં આચાર્ય-શિક્ષિકાએ કામુક અવસ્થામાં સેલ્ફી લીધી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે કે વાંધાજનક અવસ્થામાં પાડેલા ફોટા કોઈ ગ્રુપમાં શેયર થયા હતા. આમ કોઈ પોર્ન ફિલ્મના નગ્ન દ્રશ્યો જેવી તસવીરો સમગ્ર રાજ્યના વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં ફરતા થયા હતા. વાયરલ થયેલા નગ્ન ફોટાઓને પગલે પ્રિન્સીપાલ અને શિક્ષિકા રજા ઉપર ઉતરી ગયા છે. વિવાદ બહાર આવ્યા બાદ પોલીસે જે હોટેલના રૂમમાં પાડયા હતા, તે હોટેલની તપાસ હાથ ધરી છે. તો બીજીબાજુ શિક્ષિકાએ અંગત પળોની તસ્વીરો વાયરલ થતાં જ આચાર્ય વિરુદ્ધ અરજી આપી હતી. જ્યાં પોલીસે આઈ.ટી એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
[…] તાલુકાની એક શાળામાં આચાર્ય અને શિક્ષિકાની સેક્સ લીલાનો વિડીયો અને […]