વડોદરા, ૨૫મી જાન્યુઆરી

રશિયન યુવતી કેટરીનાએ વડોદરાના યુવાન વિકાસ પાટીલ સાથે ગત 19 જાન્યુઆરીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. એક વર્ષ પૂર્વે કેટરીના વડોદરામાં રહેતા ફ્રેન્ડના ભાઇના લગ્નમાં આવી હતી, ત્યારે વિકાસ સાથે પ્રેમ થઇ ગયો હતો.

વિકાસ અને  કેટરીનાના પ્રેમ થી લઈને લગ્ન સુધીની પ્રેમ કહાની કોઈ બોલીવુડ ફિલ્મ થી કમ નથી. બંનેની પ્રથમ મુલાકાત કેવી રીતે થઇ અને પ્રેમ કહાની કેવી રીતે શરુ થઇ તેની સ્ટોરીની વાત કરીએ તો એવી છે કે, વડોદરાના રાજકીય અગ્રણી લાલસિંહ ઠાકોરનો પુત્ર વિશાલસિંહ ઠાકોર વર્ષ-2012માં રશિયા એમ.બી.એ.નો અભ્યાસ કરવા માટે ગયો હતો. જ્યાં તેણે રશિયન કેટરીના અને જુલીયા સાથે મિત્રતા થઇ હતી. વિશાલસિંહે કેટરીનાને જાન્યુઆરી-2018માં મોટાભાઇના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. વિશાલસિંહે વડોદરા આવેલી કેટરીનાને ઇન્ડિયા ફરાવવાની જવાબદારી ખાસ મિત્ર વિકાસ પાટીલને સોંપી હતી.

વિકાસ પાટીલે કેટરીનાને વડોદરા અને ગુજરાતના વિવિધ સ્થળોની શેર કરાવી હતી. વિવિધ સ્થળોના પ્રવાસ દરમિયાન વિકાસને કેટરીના સાથે પ્રેમ થઇ ગયો હતો. કેટરીના પણ વિકાસના સ્વભાવને જોઇ આકર્ષાઇ હતી, ત્યારબાદ વિકાસ કેટરીનાને ટ્રેનમાં ગોવા ફરવા લઇ ગયો હતો. ગોવા જતી વખતે ટ્રેનમાં વિકાસે કેટરીનાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. અને કેટરીનાએ એક ક્ષણનો વિચાર કર્યા વિના વિકાસના લગ્નના પ્રસ્તાવને સ્વિકારી લીધો હતો.

ઇન્ડિયા ફર્યા બાદ કેટરીના પરત રશિયા ચાલી ગઇ હતી. અને પોતાના પરિવારને વિકાસ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ પરિવારે વડોદરાના યુવાન સાથે લગ્ન કરવાના કેટરીનાના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. જોકે, 4 મહિનાના અથાગ પ્રયત્ન બાદ કેટરીનાએ પોતાના પરિવારને વિકાસ સાથે લગ્ન કરાવવા મનાવી લીધો હતો. પરિવારે વિકાસ સાથેના લગ્નની મંજૂરી આપ્યા બાદ ડિસેમ્બર-2018માં કેટરીના વડોદરા વિકાસના ઘરે આવી હતી. વડોદરા આવ્યા બાદ એક પત્નીની જેમ તે વિકાસના ઘરમાં કામ કરવા લાગી હતી. અને પરિવાર સાથે હળી-મળી ગઇ હતી.

બંને ના રશિયન અને મહારાષ્ટ્રીયન રીતી રિવાજ મુજબ લગ્ન થયા

૧૮મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ વિકાસ અને કેટરીનાએ મહારાષ્ટ્રના બોરડી ગામમાં પહેલાં રશિયન રીવાજ મુજબ લગ્ન કર્યા હતા. અને તા.19-1-019ના રોજ મહારાષ્ટ્રીયન રીતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન પ્રસંગમાં કેટરીનાના માતા-પિતા હાજર રહી શક્યા ન હતા. પરંતુ, બે દિવસ પૂર્વે તેઓ દીકરી કેટરીના અને જમાઇ વિકાસને આશિર્વાદ આપવા માટે વડોદરા આવી પહોંચ્યા હતા. અને નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા.

નવદંપતિ વિકાસ પાટીલ અને કેટરીનાએ જણાવ્યું હતું કે, અમે ફરવા જતા હતા. ત્યારે એક બીજાના સ્વભાવથી પરિચીત થઇ ગયા હતા. સ્વભાવની સાથે અમને એકબીજાના વિચારો પણ પસંદ પડવા લાગ્યા હતા. જેથી અમે લગ્ન કર્યા છે. કેટરીનાએ જણાવ્યું કે, વિકાસ મને સારી રીતે સાંસારીક જીવન જીવશે. વિકાસે પણ કહ્યું કે, કેટરીના મારા પરિવાર સાથે સેટ થઇ જશે. મને વિશ્વાસ છે.

This slideshow requires JavaScript.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: