UA-117440594-1
Spread the love

ટેકનોલોજી-મિ.રિપોર્ટર, ૪થી જૂન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને વોટસએપ દ્વારા અવનવા ફીચર્સને અપડેટ કરવા માટે લાખોનો પગાર આપીને કર્મચારીની ભરતી કરાય છે. એમાય વાઇરસ અને ડેટાની સેફટી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે. જોકે દેશમાં એવા  પણ ઘણા યુવાનો છે કે જે ફેસબુકમાં નોકરી નથી કરતાં પણ પોતાની પ્રતિભાથી મોટા મોટા દિગ્ગજો ના કરી શકે તે કરી બતાવે છે. કેરલના એક વિદ્યાર્થીએ ફેસબુકને એક બગનું સમાધાન મોકલ્યું હતું, જેને લઈને ફેસબુકે આ વિદ્યાર્થીને પુરસ્કાર સાથે સન્માનિત પણ કર્યો છે.

તાજેતરમાં જ કેરલમાં રહેતા અને બીટેકનો અભ્યાસ કરતા અનંતકૃષ્ણાએ વોટસએપમાંથી એક બગનું સમાધાન ફેસબુકને આપ્યું હતું. જેના પર ફેસબુકે 2 મહિના સુધી કામ કર્યું અને નિવારણ લાવી શકાયું. બગમાં એવું હતું કે અન્ય કોઈ યુઝર્સના ડેટા મૂળ યુઝર્સની જાણકારી વિના જ ડીલીટ કરી શકાતી હતી. આમ આ સમસ્યાનું સમાધાન લાવવામાં અનંતકૃષ્ણે મદદ કરી હતી. 

ફેસબુક આ મદદથી ખૂશ થઈ ગયું અને અનંતકૃષ્ણને હોલ ઓફ ફેમમાં પણ જગ્યા આપવાની વાત કરી છે. આ સિવાય ફેસબુકના આભાર લિસ્ટમાં પણ તેનું નામ સામેલ કર્યું છે. વધુમાં 34 હજાર રુપિયાનું કેશ પ્રાઈઝ પણ ફેસબુક દ્વારા આ વિદ્યાર્થીને આપવામાં આવશે.

You missed

error: Content is protected !!