વડોદરા-મિ.રિપોર્ટર, ૧૫મી માર્ચ
કેન્દ્ર સરકાર જાહેર-સરકારી બેંકોને મદદ કરવાને બદલે ખાનગી બેંકોને કેપિટલ ફંડ વધુ આપીને ફાયદો કરાવી રહી છે. સરકારી બેંકોને નુકશાન કરાવી રહી છે. સરકારી બેંકોમાં કોન્ટ્રાક્ટ સીસ્ટમ પણ બંધ કરવી જોઇએ. અમે અમારી માંગ પૂરી કરવા માટે કોંગ્રેસ અને ભાજપાને આવેદનપત્ર આપ્યું છે. જે પક્ષ અમારી માંગ પુરી કરશે તેઓને અમો આગામી લોકસભાની ચૂંટણીમાં સમર્થન આપીશું એમ ઓલ ઇન્ડિયા બેંક એસોસિએશનના પ્રમુખ રાજન નાગર અને મહામંત્રી સી.એચ. વેંકટાચલમે અત્રે જણાવ્યું હતું.
બેંકોના ખાનગી કરણના વિરોધમાં બી.ઓ.બી.ની આજે જાહેર સભા યોજાઇ હતી. જેમાં એ.આઇ.બી.ઇ.એ.ના પ્રમુખ અને મહામંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અન્ય બેંકોને મર્જર કરવાથી એસ.બી.આઇ.ની 6250 શાખાઓ બંધ કરવામાં આવી છે. તેવી જ સ્થિતિ બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંકના વિલયથી સ્થિતિ સર્જાશે એમ જણાવતાં એઆઇબીઇએના મહામંત્રી સી.એચ. વેંકટાચલમે્ જણાવ્યું હતું કે, બેંકોના ખાનગી કરણથી દેશને નુકશાન થઇ રહ્યું છે. નોકરીઓ ઘટી રહી છે. અગાઉ એસ.બી.આઇ.માં બેંકોનું વિલીની કરણ થવાથી એસ.બી.આઇ.ની 6250 શાખાઓ બંધ કરવાનો વખત આવ્યો છે. તેવી જ સ્થિતિ બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંકના વિલીની કરણથી સર્જાશે. આથી દેશને બચાવવા માટે બેંક હોય કે કોઇપણ ક્ષેત્ર હોય ખાનગી કરણ થવું જોઇએ નહીં. બેંકોના ખાનગીકરણથી દેશને નુકશાન થઇ રહ્યું છે
કેન્દ્ર સરકાર 5 વર્ષમાં માત્ર 34 લાખ બેરોજગારોને નોકરી આપી શક્યું છે
ઓલ ઇન્ડિયા બેંક એસોસિએશનના પ્રમુખ રાજન નાગર અને મહામંત્રી સી.એચ. વેંકટાચલમે્ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની એન.ડી.એ. સરકારે પ્રતિવર્ષે 2 કરોડ બેરોજગારોને નોકરી આપવાના વાયદા કર્યા હતા. પરંતુ, તેની સામે સરકાર 5 વર્ષમાં માત્ર 34 લાખ બેરોજગારોનેજ નોકરી આપી શક્યું છે. તેમણે બેંકોના ડિફોલ્ટરો વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી જેવા પાસેથી સરકાર વહેલી તકે તેઓ પાસેની લેણી રકમ વસુલ કરવા માંગણી કરી હતી.