વડોદરા- મી.રિપોર્ટર, ૧૫મી એપ્રિલ.

ટેબલ સ્પેશ માટે આંદોલન કરી રહેલા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટની પોલીસે ધરપકડ કરી હતી. શુક્રવારે વકીલોએ કોર્ટ લોબીમાં ટેબલ-ખૂરશીઓ ગોઠવીને સવિનય કાનૂન ભંગ કરતા કોર્ટમાં આજે સવારથીજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

હાઇકોર્ટના આદેશાનુસાર નવી કોર્ટ સંકુલની લોબીમાં વકીલોને ટેબલ-સ્પેશ માટે જગ્યા આપવામાં આવી નથી. જ્યારથી નવી કોર્ટ શરૂ થઇ છે. ત્યારથી વકીલો કોર્ટ લોબીમાં ટેબલ-ખૂરશી મૂકવા માટે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ, કોર્ટ દ્વારા કોઇ દાદ આપવામાં આવી નથી. નવી કોર્ટ શરૂ થઇ ત્યારે લાંબા દિવસ સુધી વકીલો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. છતાં કોર્ટ દ્વારા તેઓની માંગણી સ્વિકારવામાં આવી નથી.

કોર્ટ લોબીમાં ટેબલ ખૂરશી મૂકવાની મંજૂરી ન અપાતા બાર એસોસિએશન દ્વારા બીજો એક રૂમ વકીલો માટે ફાળવવા માટે માંગણી કરવામાં આવી હતી. પરંતુ, બીજા હોલની પણ વ્યવસ્થા ન થતાં, વકીલો દ્વારા ગત શુક્રવારથી પુનઃ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. શુક્રવારે વકીલઓ કોર્ટ લોબીમાં 5 ટેબલ-ખૂરશી ગોઠવીને સવિનય કાનૂન ભંગ કર્યો હતો. જોકે, ડિસ્ટ્રીક્ટ કોર્ટે તુરતજ પોલીસ બોલાવીને ખૂરશી ટેબલો દૂર કરાવી દીધા હતા.

આજે વકીલો પુનઃ ખૂરશી-ટેબલો ગોઠવે નહિં તે માટે સવારથી કોર્ટ સંકુલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત હોવા છતાં વકીલોએ ખૂરશી-ટેબલો ગોઠવવાનો પ્રયાસ કરતા પોલીસે વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટની ધરપકડ કરી હતી. પ્રમુખની ધરપકડ થતાં વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

આજે વડોદરા બાર એસોસિએશન દ્વારા તાકિદની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં જ્યાં સુધી ટેબર-ખૂરશી મૂકવાનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી બેમુદતી હડતાળ ઉપર જવાનો ઠરાવ કરવાની વિચારણા ચાલી રહી છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: