મિ.રિપોર્ટર, ૨૩મી જાન્યુઆરી.
બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિમેશ રેશમિયાની ફિલ્મ ‘આપ કા સુરુર’ થી ગ્રાન્ડ એન્ટ્રી લેનારી તથા હાલમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ગ્લેમરસ અને હોટ અદાઓથી દર્શકોનું દિલ જીતી ચૂકેલી હંસિકા મોટવાણી ફરીથી અચાનક જ ચર્ચામાં આવી છે. આ વખતે તેના બિકીનીવાળા ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે.
હંસિકા મોટવાણી જયારે ન્યૂયોર્કમાં રજાઓ પસાર કરી રહી હતી ત્યારની આ તસ્વીરો છે. આ તસવીરો કેવી રીતે લીક થઈ તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. હંસિકાએ ક્યારેય પોતાના એકાઉન્ટ પરથી આવી તસવીરો શૅર નથી કરી. પહેલા એવી ચર્ચા હતી કે હંસિકાનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. પરંતુ હવે એ સવાલ સામે આવી રહ્યો છે કે હંસિકાનું એકાઉન્ટ હેક થયા વગર તેની પ્રાઈવેટ તસવીરો કેવી રીતે ઈન્ટરનેટ પર આવી ગઈ?
હંસિકા મોટવાણી છેલ્લે તમિલ એક્શન થ્રિલર ફિલ્મ ‘થુપક્કી મુનાઈ’માં જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હંસિકાએ ‘દેશ મેં નિકલા હોગા ચાંદ’, ‘શાકા લાકા બૂમ બૂમ’,’ ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ વગેરે ટીવી સીરિયલમાં તેણે કામ કર્યું હતું…..જુઓ હંસિકાની તસવીરો…કેટલી હોટ અને ગ્લેમરસ લાગી રહી છે ?