૧૬મીએ PM મોદી જે લોકાર્પણ કરવાના છે, તે ગાંધીનગરના અત્યાધુનિક રેલ્વે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટેલના ફોટોઓ…

www.mrreporter.in
Spread the love

ગાંધીનગર-મિ.રિપોર્ટર, ૧૫મી જુલાઈ. 

ગુજરાતના પાટનગર  એવા ગાંધીનગરમાં દેશનું  પહેલું અત્યાધુનિક રેલ્વે સ્ટેશન છે. જ્યાં સ્ટેશન ઉપર 5 સ્ટાર હોટલની સુવિધા હશે. આ ફાઈવ સ્ટાર હોટેલ અત્યાધુનિક સુવિધાઓ સાથેની અને 318 રૂમ વાળી છે. ગાંધીનગરમાં દેશ વિદેશથી આવનારા લોકો માટે રોકાણની પ્રથમ પસંદગી બનશે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

16મી જુલાઈ ને શુક્રવારે વડાપ્રધાન મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તેનું લોકાર્પણ કરવાના છે. આ લોકાર્પણ પહેલા  આવો જોઈએ ગાંધીનગર રેલ્વે સ્ટેશન અને તેના પર બનેલી ફાઈવ સ્ટાર હોટેલના કેટલાક રસપ્રદ ફોટો. અમે અહિયાં રજુ કરી રહ્યા છે. જે તમને ગમશે. તો જુઓ ફોટોગ્રાફ્સ…

www.mrreporter.in

ગાંધીનગરના આ રેલ્વે સ્ટેશનને ‘ગાંધીનગર કેપિટલ’ નામ આપવામાં આવ્યું છે. આ રેલ્વે સ્ટેશન અને તેના પરની ફાઈવ સ્ટાર હોટેલ ડીસેમ્બર 2020માં બનવાની હતું. જોકે કોરોના ના લીધે પ્રોજેક્ટમાં રુકાવટ આવી હતી. 

www.mrreporter.in

ગાંધીનગર રેલ્વે સ્ટેશન અને તેના પર બનેલી ફાઈવ સ્ટાર હોટેલ 7,400 ચોરસ મીટરમાં ફેલાયેલી  છે. આ પ્રોજેક્ટ પાછળ આશરે  રૂપિયા 790 કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે.

www.mrreporter.in

દેશમાં વૈશ્વિક કક્ષાના રેલવે-સ્ટેશનની નવી માર્ગદર્શિકા અનુસાર નિર્માણ પામેલા આ રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ પૈકી એક વન-એન્ડ પ્લેટફોર્મ, જ્યારે અન્ય બે આઇલેન્ડ પ્લેટફોર્મ છે. આ સ્ટેશન ખાતે 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રીયન સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જોડે છે.

www.mrreporter.in

‘ગરુડ’ – ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવેલપમેન્ટ કો.લિ., ગુજરાત સરકારની 74 ટકા અને કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયની 24 ટકાની ભાગીદારીથી  કેપિટલ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

www.mrreporter.in

ગાંધીનગર રેલ્વે સ્ટેશન બિલ્ડિંગમાં એન્ટ્રી ગેટ, બુકિંગ, લિફ્ટ એસ્કલેટર, બુલ સ્ટોલ, ફૂડ સ્ટોલ સહિત તમામ સુવિધાઓ છે. તો બીજી તરફ દિવાલો પર ગુજરાતના અલગ-અલગ મોન્યુમેન્ટના ચિત્રો પણ દોરવામાં આવ્યા છે.

www.mrreporter.in

રેલવે સ્ટેશનની અંદર બનેલી અયોધ્યા રામ મંદિરની તસવીર લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.

www.mrreporter.in

રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે કહ્યું કે આ એક અનોખુ મોડલ છે. આ રેલ્વે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટેલની ડીઝાઇન એ પ્રકારે બનાવવામાં આવી છે કે,  નીચેના પાટા પર દોડતી ટ્રેનોની હોટેલમાં ધ્રૂજારી અથવા ઘોંઘાટ અનુભવાશે નહીં.

www.mrreporter.in

આ રેલવે સ્ટેશનમાં ઘણી આધુનિક સુવિધાઓ છે. અહીં અલગથી પ્રાર્થના રૂમ અને બેબી ફિડિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. આધુનિક સુવિધાઓ સાથે જ પ્રાથમિક સારવાર માટે એક નાનકડી હોસ્પિટલ બનાવવામાં આવી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.