વડોદરા – મી.રીપોર્ટર. ૧૮મી ફેબ્રુઆરી
શહેરના બગલામુખી મંદિરના પાંખડી પ્રશાંત ઉપાધ્યાયનો મહિલાઓ પાસે દૂધ અને પાણીથી પગ ધોવડાવતો વીડિયો વાયરલ થયો છે. પ્રશાંત ભોળા લોકોને મોહજાળમાં ફસાવ્યા બાદ શ્રાવણ માસની ચૌદસે નર્મદા કિનારે લઈ જતો. જ્યાં ગુરુપૂજન કે ગુરુપાદ પૂજનના નામે ઠઠારો કરતો હતો અને મહિલાઓ પાસે દૂધ અને પાણીથી પગ ધોવડાવતો હતો. બાદમાં એ જ દૂધ અને પાણીનો પ્રસાદ લોકોને પીવડાવાતો હતો. આ ઉપરાંત પોતાની પાસે રૂદ્રાક્ષની માળા રાખતો અને તે માળા સિદ્ધ કરેલી છે તેવી વાતો કરીને માલેતુજાર ભક્તો પાસેથી લાખો રૂપિયા હડપ કરી જતો હતો….જુઓ પાંખડી પ્રશાંત નો વિડીયો…..