અતાપી વન્ડરલેન્ડ પાર્કના સંચાલકોએ કોંગ્રેસના મહિલા કાઉન્સિલર પાસે ટિકીટ માંગતા હોબાળો : વિડીયો વાઈરલ થયો…જુઓ…

Spread the love

વડોદરા-મિ.રિપોર્ટર, ૧૬મી માર્ચ

વડોદરા નજીક વડોદરા મહાનગર સેવા સદનની માલિકીની 1000 સ્કે.ફૂટ જગ્યામાં કરોડો રૂપિયાના ખર્ચે આતાપી વન્ડરલેન્ડ પાર્ક બનાવવામાં આવ્યું છે. આ વન્ડરલેન્ડ પાર્કની મુલાકાતે ગયેલા કોંગ્રેસના મહિલા કાઉન્સિલર પાસે ટિકીટ માંગતા હોબાળો મચ્યો હતો. કાઉન્સિલર અને સંચાલકો વચ્ચે ઝરેલી ચકમકનો વિડીયો વાયરલ થયો છે. કાઉન્સિલરે આ પાર્કમાં કરોડો રૂપિયાનું કૌંભાડ થયું હોવાનો આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર અમી રાવતે જણાવ્યું હતું કે, વડોદરા નજીક આજવા સરોવર પાસે ગાર્ડનની 1000 સ્કે. ફૂટ જગ્યામાં અતાપી વેન્ડરલેન્ડ પાર્ક બનાવવામાં આવ્યો છે. આ પાર્કની જગ્યા કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવી છે. ગુજરાત ટુરીઝમ દ્વારા ગાર્ડનને ડેવલોપ કરવા માટે રૂપિયા 80 કરોડ આપવામાં આવ્યા છે. આમ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ ગાર્ડનને ખાનગી કંપનીને વહીવટ કરવા માટે આપી દીધો છે. આ ખાનગી કંપની દ્વારા સહેલાણીઓ પાસે રૂપિયા 500 થી રૂપિયા 2500 સુધી ફી વસુલ કરીને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે માસથી આતાપી વન્ડરલેન્ડ પાર્કની કોર્પોરેશનના સંબધિત વિભાગ પાસે એગ્રીમેન્ટ સહિતની માહિતી અમે  માંગી રહ્યા છે. પરંતુ, કોર્પોરેશન દ્વારા અમને કોઈ જ  માહિતી આપવામાં ન આવતા શુક્રવારે રાત્રે હું  અને મારા  પતિ નરેન્દ્ર રાવત અતાપી વન્ડરલેન્ડ પાર્ક ગયા હતા. જ્યાં સંચાલકો દ્વારા કાઉન્સિલરને ફન પાર્કમાં જતા અટકાવીને તેઓ પાસે ટિકીટ માંગતા હોબાળો મચી ગયો હતો.

ટિકીટ માંગનાર સંચાલકોને અમી રાવતે જણાવ્યું કે, હું કાઉન્સિલર છું. કોર્પોરેશનની ટ્રસ્ટી છું. આ પાર્કમાં મારો અધિકાર છે. મારી પાસે ટિકીટ કેમ માંગો છો. તેમ જણાવતા સંચાલકોએ જણાવ્યું કે, આ પાર્ક અમારી માલિકીનો છે. પીપીપીના ધોરણે બનાવેલો પાર્ક છે. તમે કાઉન્સિલર હોય કે કોઇપણ હોય ટિકીટ તો લેવીજ પડશે. તેમ જણાવતા મામલો ઉગ્ર બની ગયો હતો. મામલો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં કાઉન્સિલર અને તેમના પતિ પરત આવી ગયા હતા….જુઓ…વિડીયો…