દેશના મજુરો ને ઘરખર્ચ માટે એડવાન્સ, દોઢ ગણો પગાર, એસી બસ અને વિમાનની સુવિધા આપીને કંપનીના માલિકો પાછા બોલાવી રહ્યા છે…

www.mrreporter.in
Spread the love

પટના- મી.રીપોર્ટર, ૨૦મી જુલાઈ. 

દેશમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે, ઉલ્ટાનું હાલમાં કોરોના કહેર બમણો થયો છે. આ કોરોના કહેર વચ્ચે જ પોતાના ગામ હજારો કિલોમીટર પગપાળા હજારો મજદૂરો કામદારોને હવે દેશની જાણીતી -માનીતી કંપનીઓ હજારો રૂપિયાનો પગાર એડવાન્સ આપવાની સાથે પ્લેન અને એસી બસની સગવડો આપીને બોલવી રહી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR
 
દેશની મોટી મોટી કંપનીઓના લેબર કોન્ટ્રાક્ટર અને એચઆર અધિકારીઓ બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોના અંતરિયાળ ગામોમાં ફરી રહ્યા છે. તેઓ અનલોક બાદ શરુ થયેલી કંપનીઓમાં ઉત્પાદન શરુ કરવા માટે કંપની છોડીને ગામ ગયેલા મજદૂર , ટેકનીશીયન, ઇલેક્ટ્રિકશિયન , ડ્રાઈવર સહિતના સ્ટાફને બોલાવી રહી છે. કંપનીના અધિકારીઓ સામન્ય દિવસોમાં જે પગાર આપતા હતા, તેના કરતા બે ગણા, પાંચ ગણા અને દશ ગણા આપવાની સાથે એડવાન્સ પગારની ઓફર પણ કરીને સીધા જ તેમના ખાતામાં જમા કરી રહી છે. એટલું જ નહિ પણ ગણી કંપનીઓ વિમાન અને એસી બસ ની સુવિધા પણ આપી રહી છે. આ બધી ઓફર અને કોરોના મહામારીના લીધે પડેલી આથિક તંગી ને જોતા ઘણા બધા મજદૂરો કામ પર પાછા ફર્યા છે. મજુરોને તગડો પગાર મળતા જ પરિવારજનો પણ ખુશી સાથે રાહત અનુભવી રહ્યા છે. 

કંપનીઓના માલિકોમાં આવેલા આમૂલ પરિવર્તન અંગે મજુરોના  પરિવારજનોનું કહેવું છે કે જે લોકો અમને કામ આપીને અમારા પર ઉપકાર કરતા હોય તે રીતે વર્તતા હતા તેમને હવે અમારું મૂલ્ય સમજાયું તેનો આનંદ છે. મોટા ભાગના શ્રમિકો કોરોના સંકટ પૂરું થાય તેની રાહ જોઇ રહ્યા છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.