માત્ર રૂ.૪૦ હજારથી શરૂ કરેલ ઓનલાઇન માર્કેટનો વેપાર રૂ.૪૩૦ કરોડ પર પહોચ્યો…જાણો કેવી રીતે ?

દિલ્હી,  મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી જુલાઈ.

દિલ્હીનું સદર બજાર ઉતાર ભારતનું સૌથી જાણીતું હોલસેલ બજાર છે. અહી સોઇથી લઈને ઇલેક્ટ્રિક્સ વસ્તુઓ હોલસેલના ભાવ પર મળે છે. અહી રોજના હજારો વેપારીઓ વેપાર કરે છે.  આ પ્રકારના બીજા બજારની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ એક બીટેક ગ્રેજ્યુએટે એક કોમ્પ્યુટર અને રૂ.૪૦,૦૦૦ની મૂડીથી ઓનલાઇન માર્કેટ બનાવી છે, જ્યાં ૫ કરોડથી વધારે પ્રોડક્ટનો વેપાર થાય છે.

 લાખો વેપારીઓ રજીસ્ટર્ડ છે

આ ઓનલાઇન હોલસેલ બજારમાં ૬ કરોડ ખરીદનાર છે તો ૪૭ લાખ નોંધાયેલા વેચાણ કરતા છે. તેમાંથી ૧૦ લાખથી વધુતો મેન્યુફેક્ચર્સ છે. આ ઓનલાઇન બજારનું નામ ઇન્ડિયા માર્ટ છે. જ્યા નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૪૩૦ કરોડનો વેપાર કરવામાં આવ્યો હતો. આ કંપનીના સંસ્થાપક અને સીઇઓ દિપક અગ્રવાલ છે.

દરેક સેકન્ડે ૨૦ ખરીદનાર અને વેચનારાનો મેળાપ

અગ્રવાલના જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મ પર દરેક સેકન્ડે ૨૦ ખરીદનાર અને વેચનારાનો મેળાપ થાય છે. તેનો મતલબ એ છે કે દિવસે આ આંકડો ૨૦ લાખ અને દર મહિને ૪.૫ કરોડ સુધી પહોંચી જાય છે. કંપનીમાં ૩૫૦૦ લોકોને ડાયરેકટ રોજગાર મળેલો છે. કાનપુરથી તેમણે બીટેકની ડિગ્રી લીધા પછી ૧૯૯૨-૯૫ સુધી વિદેશમાં નોકરી કરી. ૧૯૯૫માં ભારતમાં ઈન્ટરનેટ લોન્ચ થયું ત્યારે તે અમેરીકામાં નોકરી કરતા હતા. પરંતુ ત્યારે તેમણે વિચારી લીધુ હતુ કે હવે બિઝનેસ કરવો છે. ૧૯૯૬માં તેમણે એક કોમ્પ્યુટર અને રૂ.૪૦,૦૦૦થી કંપનીની શરૂઆત કરી હતી. 

Leave a Reply