૭મી જુન થી નવુ શિક્ષણ સત્ર શરૂ થશે, પણ હજી સુધી વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા નથી

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન-અમદાવાદ, મી.રિપોર્ટર

રાજ્યમાં ૭મી જુન થી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ થશે. ૭મી થી શરુ થતા ઓનલાઈન  પહેલા ઘણા શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓમાં હજુ સુધી ધોરણ 1 થી 8 ના એકપણ પુસ્તકો પહોચ્યા નથી. જેના પગલે વિદ્યાર્થી અને વાલીઓમાં ભારે નારાજગી છવાઈ ગઈ છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

શાળાઓ પોતે જ પુસ્તકો મેળવવાથી વંચિત છે, આવામાં બાળકો સુધી પુસ્તકો પહોંચ્યા નથી. ગાંધીનગર સ્થિત પાઠ્ય પુસ્તક મહામંડળ દ્વારા પુસ્તકો તમામ સ્કુલ બોર્ડની શાળાઓમાં વેકેશન પૂર્ણ થયા બાદ મોકલવામાં આવતા હોય છે. જો કે આ વર્ષે નવું સત્ર શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે. એવામાં પણ ઝોન લેવલ સુધી પણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની ઘણી શાળાઓમાં પુસ્તકો પહોચ્યા નથી તેવી બુમો ઉઠવા પામી છે. આ મુદ્દે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડના ચેરમેન દિલીપ ગોહિલ નો સંપર્ક કરતા તેઓ નો સંપર્ક થઇ શકાયો ન હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સેલ્ફ ફાઈનાન્સ અને ખાનગી શાળાઓમાં પણ આવી જ પરિસ્થિતિ છે. ઘણી શાળાઓમાં પૂરતા પુસ્તકો મળ્યા નથી. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.