ચોમાસુ હવે મધ્ય અને ઉત્તર તરફ આગળ વધ્યું, આગામી 5 દિવસમાં 21 જિલ્લામાં વરસાદ પડી શકે

www.mrreporter.in
Spread the love

અમદાવાદ, મી.રિપોર્ટર, 11મી જૂન.

રાજ્યમાં કોરોનાની મંદ પડેલી ગતિ વચ્ચે  ચોમાસાનું આગમન થઈ ગયું છે.  રાજ્યમાં દિન-પ્રતિદિન હવામાન અને વાતાવરણમાં સતત બદલાવના પગલે દક્ષિણ-પશ્ચિમી પવન અત્યંત તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પાછલા અમુક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. હવે ધીમે ધીમે મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 16મી જૂન સુધી રાજ્યના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

આગામી 12થી 16 જૂન દરમિયાન રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા  છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં આ પાંચેય દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

કયા-કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના

12 જૂન : અમદાવાદ, આણંદ, રાજકોટ, અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી, દક્ષિણ ગુજરાત

12-13 જૂન : વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ

13-14 જૂન : વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ

14-15 જૂન : વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરાવલી

15-16 જૂન : દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ

www.mrreporter.in

દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગરહવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે. એની સાથે જ બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે, એની અસરને પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. જ્યારે 20 જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત્ ચોમાસું બેસી જશે. એ

બીજી બાજુ, દક્ષિણ ગુજરાતના કિનારે વાવાઝોડાના વેગે પવન ફૂંકાઈ શકે છે. આની અસરથી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવનાઓ  છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

​​​​​​​