પાંચ સેકન્ડમાં ગાયબ થઈ જશે મેસેજ, WhatsApp માં જોવા મળશે હવે નવું ફીચર…વાંચો…

The message will disappear in five seconds, will appear in WhatsApp Now the new feature ... Read ...

નવી દિલ્હી- મિ.રિપોર્ટર, ૨જી ઓક્ટોબર. 

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp (વ્હોટ્સએપ )  યૂઝર્સના ચેટિંગના અનુભવને વધુ શ્રેષ્ઠ  બનાવવા માટે સતત નવા અપડેટ લાવતી રહે છે. હાલમાં આવેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વ્હોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહી છે. WABetalnfo ના એક રિપોર્ટ અનુસાર, યૂઝર પોતાના મેસેજના એક્સપાયર થવાનો ટાઈમ પણ નક્કી કરી શકશે.

નવું ફીચર કેવી રીતે કામ કરશે ?

કોઈ મેસેજને એક્સપાયર થવા માટે 5 સેકન્ડથી એક કલાક સુધીનો સમય નક્કી કરી શકાય છે. આ ફીચરનું ટેસ્ટિંગ અત્યારે ફક્ત ગ્રુપ્સ મેસેજ માટે કરવામાં આવી રહ્યું છે. આ ફીચરને સિલેક્ટ કર્યા બાદ તે મોકલવામાં આવનારા તમામ મેસેજ પર અપ્લાય થશે. મેસેજ ડિસઅપિયરિંગ ફીચર માટે એક મેસેજને સિલેક્ટ નથી કરી શકાતો જેથી તમારો એક મેસેજ થોડા સમય પછી ગાયબ થઈ જાય અને બાકી મેસેજ રેગ્યુલર રીતે મોકલી શકાય.

The message will disappear in five seconds, will appear in WhatsApp Now the new feature ... Read ...
The message will disappear in five seconds, will appear in WhatsApp Now the new feature … Read …

તો પછી સંપૂર્ણ રીતે ગાયબ થઈ જશે તમારો મેસેજ

WABetalnfo અનુસાર, એકવાર મેસેજ રિમૂવ થયા બાદ પૂરી રીતે ગાયબ થઈ જશે. ગ્રુપ ચેટમાં મેસેજનો કોઈ ટ્રેસ નહીં બચે. વર્તમાન સમયમાં મેસેજ ડિલીટ કરવા પર એક નોટિફિકેશન આવે છે જેમાં ‘This Massage Was Deleted’ લખેલું આવે છે.

ડિસઅપિયરિંગ મેસેજ ફીચર પ્રાઈવસી સિક્યૉર કરવા માટે એક સારું ફીચર સાબિત થઈ શકે છે. આમાં યૂઝરને 5 સેકન્ડથી લઈ 1 કલાકની અંદર મેસેજ રિમૂવ કરવાની સગવડ મળે છે. આ ફીચર હજુ આલ્ફા સ્ટેજમાં છે. એટલે કે, વ્હોટ્સએપએ તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. યૂઝર્સ સુધી આ સુવિધા ક્યારે પહોંચશે તેને કોઈ ડેડલાઈન સામે આવી નથી.

Leave a Reply