રાજકોટ, મિ.રિપોર્ટર, ૧૦મી ફેબ્રુઆરી. 

લગ્નજીવન બહારના પ્રેમ સંબધોનો કેવો કરુણ અંજામ થાય છે તેવો એક કિસ્સો મોરબીના વાંકાનેરમાં સામે આવ્યો છે.  જ્યાં કારખાનામાં કામ કરતા એક પરણિત યુવકને કારખાનામાં જ કામ કરતી એક  અપરણિત યુવતી વચ્ચે પ્રેમ થયો, પરંતુ પ્રેમની હદો પાર કરીને બંને વચ્ચેના પ્રેમ સબંધોએ એવું વિકૃત સ્વરુપ લીધું કે પ્રેમીએ જ પોતાની પ્રેમિકાને કુહાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ,  પ્રેમીના હાથે મોતને ઘાટ ઉતરેલી મૃતક યુવતી વાંકાનેરના વઘાસીયા પાસે આવેલ એક ઓઇલ અને એગ્રો મિલની ઓફીસમાં એકાદ વર્ષથી નોકરી કરતી હતી.  ઓફિસમાં બિલીંગનું કામ કરતીયુવતી અને કારખાનાના મેનેજર ધીરજ આહીર વચ્ચે સાતેક મહિનાથી પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. જોકે ધીરજ પરણિત પણ હતો, પરંતુ મૃતક યુવતી સતત ધીરજને પોતાની પાસે જોવા ઈચ્છતી હતી. જ્યારે બીજી તરફ ધીરજના ઘરે ચારેક મહિના પહેલા પુત્રનો જન્મ થયા બાદ તેની તબિયત સારી ન રહેતા ચેકઅપ માટે ધીરજને વારેઘડી રજા લેવી પડતી હતી.

તો બીજીબાજુ ધીરજની પ્રેમિકા સતત ધીરજને પોતાની પાસે રહેવા દબાણ કરતી હતી અને જ્યારે પણ મોકો મળે શારીરિક સંબંધ બાંધવા પણ દબાણ કરતી હતી. બનાવના દિવસે પણ આરોપી પોતાના પુત્રને લઈ હોસ્પિટલ ગયો હતો. તે સમયે કારખાનામાં કોઈ ન હોવાથી મૃતક યુવતી ધીરજને એકાંત માણવા માટે સતત ફોન કરતી હતી. જેથી સાંજે હોસ્પિટલથી ધીરજ કારખાને પહોંચ્યો હતો. ત્યારે ફરી યુવતીએ શરીર સંબંધ બાંધવા આગ્રહ કર્યો હતો જે બાબતે બંને વચ્ચે વિવાદ સર્જાતા ઝપાઝપીમાં ધીરજે કારખાનામાં રહેલી કુહાડી યુવતીના માથાના ભાગે મારી દીધી હતી.જેથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: