ગોધરા, મિ.રિપોર્ટર, ૧૨મી જાન્યુઆરી.
શહેરના સર્કિટ હાઉસ ખાતે નશામાં ધૂત PSI એ એક યુવતી સાથે ઉદ્ધતાઈ થી વર્તન કરીને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. તેના આ વર્તનનો વીડિયો કોઈએ મોબાઈલ ફોન માં રેકોર્ડ કર્યો હતો. જે હવે બહાર આવ્યો છે, જેને પગલે ભારે હોબાળો મચી ગયો છે. તો બીજી તરફ યુવતી એ પણ PSI ને જડબાતોડ જવાબ આપ્યો હતો.
દારૂ પીને યુવતી સાથે ઉધ્ધત વર્તન કરનાર આ PSIનું નામ વસાવા છે. જે ગોધરા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. સર્કિટ હાઉસમાં બબાલ થતા પોલીસને જાણ કરાઇ હતી, જેમાં ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં PSI વસાવા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાયો હતો. બીજી બાજુ કહેવામાં આવી રહ્યું છે કે PSI વસાવા અગાઉ પણ પ્રોહિબિશન અને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ થઇ ચૂક્યા છે. હવે ફરી એકવાર PSIએ યુવતી સાથે ઉધ્ધત વર્તન કરતાં તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી સંભાવના છે.