2020 વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, કઈ રાશિઓ પર થશે સૌથી વધુ અસર, કઈ રાશિઓના લોકોને સંભાળવું…વાંચો

www.mrreporter.in

એસ્ટ્રો ગુરુ – મી.રિપોર્ટર, 9મી ડિસેમ્બર. 

ભારત દેશ માટે જ નહિ પણ સમગ્ર વિશ્વ માટે  વર્ષ 2020 વિવિધ પ્રકારની તકલીફો આપનારું રહ્યું. વર્ષ 2020માં ખુશીઓ ઓછી ને દુઃખ વધુ રહ્યું તેમ લોકોને લાગે છે. એમાંય ખાસ કરીને કોરોના કહેરે તો સમગ્ર વિશ્વને હલાવી દીધું છે. ફ્રેબ્રુઆરી માસના અંતમાં કોરોના ની આફ્તે  દસ્તક દઈને સમગ્ર જનજીવન ને પોતાના હાથમાં જકડી રાખ્યું છે. જો કોઈ કોરોના એ બનાવેલા નિયમો તોડે તો તેને પોતાના ભરડામાં લઇ લે છે. આ બધી આફતો માટે ગ્રહોની ચાલ જ જવાબદાર જ હોવાનું જ્યોતિષ આચાર્ય પણ માની રહ્યા છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વર્ષ 2020ના અંતમાં આવનારા સૂર્યગ્રહણ વિષે પણ જ્યોતિષ આચાર્ય બચી ને રહેવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય, માનસિક તણાવ, નોકરી- ધંધામાં આવક, ખર્ચાનું  પ્રમાણ વધશે તેવા સંકેતો આપ્યા છે. સૂર્યગ્રહણ ચિલી અને આર્જેન્ટિના, દક્ષિણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા અને એન્ટાર્કટિકાના કેટલાક ભાગોમાંથી પસાર થશે. આ ઉપરાંત બોલિવિયા, પેરાગ્વે અને ઉરુગ્વે, ભારત ઉપરાંત બ્રાઝિલ, પેરુ અને ઇક્વાડોર સૂર્યગ્રહણ જોશે. 

કઈ રાશિ પર શું થશે અસર થશે ?  ચાલો જાણીએ ?

 

મેષ

આ સૂર્યગ્રહણની અસર સાથે મેષ રાશિના જાતકોએ સંભવિત પરિણામો હાંસલ કરવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. તમામ વ્યાપાર અને અંગત મુદ્દાઓ ખાસ સાવચેતી  રાખવી. સાવચેતી નહિ રાખો તો  વધારાની સમસ્યાઓનો સામનો કરવી પડશે .

વૃષભ

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ,  કૌટુંબિક અને આર્થિક બાબતોમાં તણાવ હોઈ શકે છે. વળી, આ સમયે ટૂંકા અને લાંબા ગાળાના લાભોમાં કોઈ પણ રોકાણ કરવાનું ટાળવાનો પ્રયાસ કરો. આ સમયે જૂની બીમારી થી સમસ્યા થઈ શકે છે.

મિથુન

 જીવનમાં આ સમય અપેક્ષા અને ગેરસમજમાં વધારો કરશે. જીવનસાથી સાથેના સંબંધો તંગ બનશે. વ્યાવસાયિક મોરચે, જો તે ભાગીદારીની પેઢી હોય, તો સંકલનમાં ખલેલ પહોંચાડી શકે છે. 

કર્ક

કાર્યસ્થળ અને અંગત જીવનમાં ધીરજ સાથે વાસ્તવિકતાઓનો સામનો કરવો પડશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમારી કોઈ પણ પ્રકારની બેદરકારી ન હોય તે મહત્વનું છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ પરેશાન કરી શકે છે.

સિંહ

ભાવનાત્મક સંબંધોમાં સમજદારીપૂર્વક કામ કરવું પડશે. નહીંતર, થોડી બેદરકારીને કારણે તમને સમાજ અને સમગ્ર પરિવારમાં શરમનો સામનો કરવો પડી શકે છે. આવક પર પણ અસર થશે. નાણાકીય સ્થિરતાને લગતા કોઈ પણ કઠોર નિર્ણયો લેવાનું ટાળો.

કન્યા

કોઈ પણ ઘરેલુ બાબતો અંગે  સાવચેત રહેવું પડશે. આ ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા અને કાર્યકારી સ્થિતિ જાળવી રાખવા માટે સખત મહેનત અને મજબૂત પ્રયાસોની જરૂર પડી શકે છે. નહીંતર સમસ્યાઓ વધી શકે છે.

તુલા

નાણાકીય બાબતો સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ નિર્ણયોમાં  ધ્યાન રાખવું. આ સમય દરમિયાન નવા પ્રોજેક્ટ્સ વિશે ઉદ્યોગસાહસિકતા ટાળો. નહિતર, એક મોટી સમસ્યા સર્જાઈ શકે છે. 

વૃશ્ચિક

પરિવારના સભ્યો સાથે વાટાઘાટો કરતી વખતે સાવચેત રહેવું પડશે. માસિક બજેટમાંથી વધારાના અને ગેરવાજબી ખર્ચને કારણે નાણાં સંબંધિત બાબતો પણ મુશ્કેલી પડી  શકે છે. આંખને લઈને આરોગ્યની સમસ્યા આવી શકે છે. 

ધન

 ફેફસાંની કોઈ પણ સમસ્યા થઈ શકે છે. અથવા તો તેનાથી શ્વાસ ને લગતી પણ વૃદ્ધિ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન નાણાંની અછત પણ અનુભવી શકે છે. વળી, આ સમયે બીજા પાસેથી પૈસા વસૂલવાનું ટાળવાનો પ્રયાસ કરો.

મકર

અચાનક નુકસાન અથવા અણધાર્યા ખર્ચનો સામનો કરવો પડી શકે છે.  નાણાકીય કટોકટીનો સામનો કરવો પડી શકે છે. તેનાથી સ્વાસ્થ્ય પર પણ અસર થશે. આ ઉપરાંત આ સમયે માનસિક અસ્થિરતાનો પણ સામનો કરવો પડી શકે છે.

કુંભ

 તમારી આવકમાં પણ ઘટાડો થવાની સાથે તમે યોગ્ય આવક અને ખર્ચને એડજસ્ટ કરવામાં નિષ્ફળ જઈ શકો છો. આ ઉપરાંત સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે.

મીન

 નોકરીની કેટલીક સમસ્યાઓ કેટલીક સમસ્યાઓ નું સર્જન કરી શકે છે. તેનાથી માનસિક તણાવ વધશે. બિઝનેસમાં આકર્ષક યોજનાઓ ઓફર કરીને નવા ગ્રાહકોને લાવવા માટે વિશેષ પ્રયાસોની જરૂર પડશે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply