બોલિવુડમાં ફરી નેપોટિઝમ નો મુદ્દો ગરમાયો: ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂરે ટિપ્પણી થી વિવાદ

www.mrreporter.in
Spread the love

બોલીવુડ- મી.રિપોર્ટર, 19મી મે. 

બોલીવુડ માં છેલ્લા કેટલાય સમય થી કોરોના ના કારણે શાંતિ છવાયેલી છે. પણ આ શાંતિમાં ઋષિ કપૂર  અને નીતુ કપૂર ની પુત્રી રિદ્ધિમા કપૂરે મીડિયા હાઉસને ઈન્ટરવ્યૂ આપીને નેપોટિઝમ મુદ્દે ટિપ્પણી કરતાં જ મોટો વિવાદ થયો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

છેલ્લા કેટલાય સમય થી બોલિવુડમાં નેપોટિઝમનો મુદ્દો  ચર્ચામાં રહ્યો છે. એમાંય ગત વર્ષે સુશાંતના આપઘાત બાદ દેશભરમાં સ્ટાર સંતાનો સામે  સોશિયલ મીડિયા પર એક મોટા વર્ગે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં સામાન્ય દર્શકો અને વાંચકો તથા  ફેન્સ પણ ફિલ્મી કલાકારોના સમર્થન અને વિરોધમાં ઉતરી પડતા રીતસરના  બે ભાગ પડી ગયા હતા.

સ્ટારકિડના કારણે ઈન્ડસ્ટ્રી બહારથી આવેલા અને સંઘર્ષ કરતા કલાકારને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કદર નથી મળતી તેમજ તેમનું શોષણ થાય છે તેવી ચર્ચાઓ જોરશોર થી ઉઠવા પામી છે. આ ચર્ચાઓ વચ્ચે કોરોના ની એન્ટ્રી થતા તમામ વિવાદો શમી ગયા હતા. જોકે હવે ઋષિ કપૂરની પુત્રીએ સ્ટાર કિડ મુદ્દે નિવેદન આપી નેપોટિઝમના મુદ્દાને ફરી હવા આપી છે. રિદ્ધિમા કપૂરે રણબીર કપૂર અને કરીના કપૂરનો બચાવ કરીને નેપોટિઝમ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

તાજેતરમાં જ  રિદ્ધિમા કપૂરે તેના ભાઈ રણબીર અને કરીનાનો પક્ષ લીધો અને નેપોટિઝમ પર ઉઠતા સવાલ પર નારાજગી દર્શાવી છે. રિદ્ધિમાએ કહ્યું- ‘રણબીર અને કરીશમા-કરીના ભલે સ્ટારકિડ્સ રહ્યા હોય પરંતું આ ત્રણેય લોકોએ પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું છે. આ કલાકારોએ દિવસ-રાત જોયા વિના મહેનત કરી અને ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં નામ હાંસલ કર્યું છે. રણબીર અને કરીશમા-કરીનાએ દર્શકોના દિલ જીત્યા છે. વ્યક્તિનું કામ જ તેને સફળ-નિષ્ફળ બનાવે છે, મોટા ભાગે એવું જોવા મળે છે કે જો કોઈ સ્ટાર કિડ્સ એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવે તો તેને સ્ટારકિડ્સ કહી ટ્રોલ કરવામાં આવે છે’

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.