આખો દિવસ TIKTOK કરતી પત્નીને પતિએ આપ્યો ઠપકો, પત્નીએ જીવન ટૂંકાવ્યું

મિ.રિપોર્ટર, 14મી જૂન

ટેક્નોલોજીનું વ્યસન આપણા જીવન પર કેટલું હાવી થઈ રહ્યું છે તેનો એક આંખ ઊઘાડનારો કિસ્સો આપણી સામે આવ્યો છે. તામિલ નાડુમાં બે બાળકોની માતાએ આત્મહત્યા કરી લીધી હતી. 24 વર્ષની અનિતાને TIKTOKનું વળગણ હતુ. તેના પતિએ તેને ઠપકો આપતા તેણે જીવન ટૂંકાવી દીધું હતું.

આઘાતજનક વાત એ છે કે તેણે ઝેર પીધુ તેનો વીડિયો બનાવ્યો અને પછી સિંગાપોર ગયેલા તેના પતિને આ વીડિયો મોકલ્યો. IANSના રિપોર્ટ અનુસાર અનિતાના પતિ પઝાનિવેલને તેનું TIKTOKનું વળગણ પસંદ નહતું અને તેણે પત્નીને આ છોડી દેવા કહ્યું હતું.

Videoમાં અનિતા સફેદ બોટલમાંથી કોઈ ડાર્ક લિક્વિડ પીતી જોવા મળે છે. ત્યાર પછી તે ઉધરસ ખાવા માંડે છે અને થોડી જ વારમાં મૃત્યુ પામે છે. ઓનલાઈન આ વીડિયોની ખાસ્સી ટીકા થઈ છે. તે યુટ્યુબ ચેનલ પર પણ વાયરલ થયો છે.

જો કે આ પહેલીવાર નથી જ્યારે TIKTOKને કારણે કોઈનું મૃત્યુ થયું હોય. અગાઉ જાન્યુઆરીમાં 15 વર્ષની મુંબઈની એક છોકરીએ તેના જન્મદિવસે જ ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો કારણ કે તેની દાદીએ તેને આખો દિવસ TIKTOK કરવા બદલ ઠપકો આપ્યો હતો.

એપ્રિલમાં 19 વર્ષના દિલ્હીના એક યુવાનને તેના મિત્રએ TIKTOK વિડીયો શૂટ કરતી વખતે હોળી મારી દીધી હતી. બંને SUVની અંદર વિડીયો શૂટ કરી રહ્યા હતા અને સાચી બંદૂકનો ઉપયોગ કરી રહ્યા હતા.

Leave a Reply