પ્રેમિકા સાથે ઐયાશી કરી રહેલા પતિને પત્નીએ અમેરિકા જઈ રંગેહાથ પકડ્યો, પછી શું કર્યું ?

પતિને રંગેહાથ પકડવા પત્ની અમેરિકા પહોંચી : અમેરિકાની હોટલ બહાર હંગામો

સુરત,મિ.રિપોર્ટર,૧૦મી જાન્યુઆરી.

લગ્નેત્તર સંબંધ ધરાવનારાના અનેક રસપ્રદ કિસ્સાઓ બહાર આવે છે. જેમાં પત્ની પોતાના પ્રેમ સંબંધ અને લગ્નેતર સંબંધ ને પકડી ના પડે એટલે પતિ પ્રેમિકા સાથે વિદેશ ઉપડી જાય છે. પણ પત્નીને ગંધ આવતા જ તે પણ વિદેશ પહોંચીને પતિને પ્રેમિકા સાથે રંગેહાથ પકડી પાડીને મેથીપાક આપે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

વાત એવી છે કે,  સુરતનો યુવક અમેરિકા ફરવા ગયો હતો. યુવક પોતાની સાથે તેની પ્રેમિકાને પણ અમેરિકા ફરવા માટે લઈ ગયો હતો. પતિ અમેરિકામાં કોઈ અન્ય મહિલા સાથે જલસા કરી રહ્યો હોવાની માહિતી મળતા જ પત્ની પોતાના સ્વજનો સાથે અમેરિકા પહોંચી ગઈ હતી.

પત્નીએ જાણ્યું કે  પતિ તેની પ્રેમિકા સાથે એક હોટલમાં હાજર છે, તો  પત્ની તેના સંબંધીઓ સાથે હોટલ ખાતે પહોંચી હતી. પત્ની પહોંચી ત્યારે પતિ અને તેની પ્રેમિકા એકબીજાના પ્રેમમાં લીન હતા. બંને એક બીજામાં ખોવાયેલા હતા ત્યારે જ પત્નીએ દરોડાં પાડતા રંગમાં ભંગ પડ્યો હોય તેમ મહિલાનો પતિ હેબતાઈ ગયો હતો. પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપાયા બાદ પતિના ચહેરાનું નૂર ઉડી ગયું હતું. આ જોઈ ને પત્ની તેમજ તેના સંબંધીઓએ હોટલ ખાતે જ હંગામો કર્યો હતો. મહિલા સાથે હાજર તેના સંબંધીઓએ તેના પતિ અને તેની પ્રેમિકા સાથે ઝપાઝપી કરીને બંનેને બેફામ ભાંડ્યા હતા.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેણે હાલ ભારે ચર્ચા જગાવી છે.

 

Leave a Reply