મી.રિપોર્ટર, ૧૫મી ડિસેમ્બર.                                                                                        

અમદાવાદ, ૧૭મી ડીસેમ્બર. 

અમદાવાદની એક ખાનગી કંપનીના માલિક કેનલ શાહ પર તેની જ સેક્રેટરી દ્વારા એક વર્ષ પહેલા લગાવાયેલા બળાત્કારના આરોપના કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સજા મોકૂફ કરવામાં આવી છે. કોર્ટે મહિલાની FIR ને રદ કરતા નિર્ણય આપ્યો કે તેણીએ  બદલો લેવાના પ્રયાસથી આ ફરિયાદ નોંધાવી હતી.

કેનલ શાહ પર પાછલા વર્ષે તેની સેક્રેટરીએ દબાણ કરીને સેક્સ્યુઅલ રિલેશન રાખવાનો આરોપ લગાવ્યો હતો. કેનલ દ્વારા સેક્રેટરીના પતિ જે રાજસ્થાનમાં છે તેને ન્યૂડ ફોટો મોકલવામાં આવ્યા હતા, જે બાદ તેણે FIR નોંધાવી. તેણે પોલીસને જણાવ્યું કે ઓફિસ જવાનું બંધ કરી દેતા કેનલ શાહ ઉગ્ર બની ગયો હતો. પોલીસે તેની વિરુદ્ધ IPCની સેક્સન 376 નોંધી ધરપકડ કરી હતી.
 
એક વર્ષ બાદ શાહે હાઈકોર્ટમાં એવા સબુત મુક્યા કે જે પરથી સાબિત થયું કે તેની વિરુદ્ધના રેપ આરોપો ખોટા અને ઈરાદાપૂર્વકના છે. તેણે કોર્ટમાં ફરિયાદ પૈસા માગવાના હેતુથી કરાઈ હોવાનું કહીને તેને રદ કરવાની માગણી કરી. શાહે કોર્ટમાં જણાવ્યું કે, તેણે સોસાયટીમાં પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે તેની સેક્રેટરી સાથે સમાધાન કરવું પડ્યું. પરંતુ તેમની રિલેશનશિપ સહમતીથી બન્યા હતા. શાહે આ રિલેશન સહમતીથી બન્યા હોવાનું સાબિત કરવા માટે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ડીલ બતાવી હતી. શાહના વકીલે કોર્ટને ઈ-મેઈલ બતાવ્યા, જેમાં સેક્રેટરી ધીમે ધીમે તેની પાસેથી પૈસા લેતી હતી, જે તેમના વચ્ચે સેટલમેન્ટનું પરિણામ હતું.
 
કેસની દલિલો સાંભળ્યા બાદ  જજે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર FIRને રદ કરી હતી. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, FIRમાં મૂકવામાં આવેલા આરોપો વાહિયાત અને સ્વાભાવિક રીતે અસંભવ હતા, આ આરોપોનો કોઈપણ સમજદાર વ્યક્તિ વિશ્વાસ કરી શકે નહીં.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: