કેન્દ્ર સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવશે સરકાર..જાણો કેમ ?

દિલ્હી – એજ્યુકેશન, મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી જુલાઈ

બજેટ રજુકરતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે બધાજ વર્ગોને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે બજેટમાં ઉચ્ચ શિક્ષણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર ભાર આપ્યો છે. યુવાનોને લઈને પણ ઘણી જાહેરાત કરી છે. તેમજ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવાની વાત કરી છે.

– નાણા મંત્રીએ કહ્યું કે પાંચ વર્ષ પહેલા દુનિયાની ટોપ ૨૦૦ શૈક્ષણિક સંસ્થાઓમાં દેશની એક પણ સંસ્થા આવતી ન હતી. આજે બે આઇટીઆઇ સાહિર 3 સંસ્થા તે યાદીમાં છે. તેને હજુ આગળ વધારવા માટે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

– ખેલો ઇન્ડિયા સ્કિમ અંતર્ગત નેશનલ સ્પોર્ટસ એજ્યુકેશન બોર્ડની શરૂઆત થશે. ખેલાડીઓના વિકાસ માટે મોટુ અભિયાન ચલાવવામાં આવશે.

– ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓને ૪૦૦ કરોડ રૂપિયાની મદદ કરશે સરકાર .

– મહાત્મા ગાંધીના મૂલ્યોથી યુવાનોને માહિતગાર કરવા માટે ગાંધીપીડીયા તૈયાર થશે.

– નેશનલ રીસર્ચ ફાઉન્ડેસન બનાવવામાં આવશે, જેનાથી રિસર્ચને પ્રોત્સાહન મળશે.

– ટીચિંગની ગુણવતા વધારવા માટે ઉચ્ચ શિક્ષણમા જ્ઞાન સ્કિમની શરૂઆત.

Leave a Reply