કેન્સરને આમંત્રણ આપતા તમ્બાકુની બનાવટોના વેચાણ માટે એડ બનાવતી કંપની, મિડીયા ને સરકાર જવાબદાર છે : એડગુરુ

Spread the love

વડોદરા, ૨૬મી નવેમ્બર. 

ફેશન જ્યારે વ્યસન બની જાય છે. ત્યારે તે હાનિકારક બને છે. આથી ફેશનને ક્યારેય વ્યસન બનવા દેશો નહિં. કેન્સરને આમંત્રણ આપતી ચીજવસ્તુઓ જેવી કે, તમાકુ, દારૂ, સીગરેટ જેવી વસ્તુઓની જાહેરાતો ઉપર અને વેચાણ ઉપર બેન લાવવો જરૂરી છે,  એમ આજે વડોદરામાં કેન્સર હોસ્પિટલના ઉદ્ઘાટનમાં આવેલા જાણીતા એડગુરૂ પહલાદ કક્કડે  અત્રે જણાવ્યું હતું. 

 કેન્સરને આમંત્રણ આપતા તમ્બાકુની વિવિધ બનાવટોનું જે વેચાણ થઇ રહ્યું છે, તે માટે એડ બનાવતી કંપનીઓ, મિડીયા તેમજ સરકાર જવાબદાર છે તેમ જણાવતાંએડ્ગુરૂ પ્રહલાદ કક્કડે વધુમાં ઉમેયું  હતું કે, કેન્સરને આમંત્રણ આપતા તમ્બાકુની વિવિધ બનાવટોનું જે વેચાણ થઇ રહ્યું છે, તે માટે એડ બનાવતી કંપનીઓ, મિડીયા તેમજ સરકાર જવાબદાર છે. જોકે, કેન્સરને આપણા શરીરમાં પ્રવેશતા અટકાવવા માટે વ્યક્તિએજ પોતાની લાઇફ સ્ટાઇલ બદલવી જોઇએ. સપ્તાહમાં એક વખત ઉપવાસ કરવામાં આવે તો કોઇ પણ રોગ શરીરમાં પ્રવેશી શકતો નથી. આ ઉપરાંત સમયસર જમવાનું અને પૂરતી ઉંઘપણ સ્વસ્થ આરોગ્ય માટે આશિર્વાદરૂપ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, કેન્સર દવાઓથીજ મટે છે. તેવું માની લેવાની જરૂર નથી. કેન્સર મટાડવા માટે મનોબળ પણ મજબૂત હોવું જરૂરી છે. જો મક્કમ મનોબળ હોય તો કેન્સર મટી જાય છે.

બોલીવુડ સહિત આર્થિક સુખી સંપન્ન લોકો વિદેશમાં કેન્સરની હોસ્પિટલમાં સારવાર માટે કેમ જાય છે. ભારતમાં કેન્સરની સારી સારવાર મળતી નથી? તેવા એક પ્રશ્નના જવાબમાં એડગુરૂએ જણાવ્યું કે, વિદેશમાં કેન્સરની સારવાર માટે જતી હસ્તીઓની માનસિકતા ખોટી છે. વિદેશમાં તેઓને એકલા સારવાર લેવી પડે છે. જો તે ભારતમાંજ લેતો તેઓને પરિવારની હૂંફ મળે છે. પરંતુ, વિદેશમાં સારવાર લેવાની એક ફેશન થઇ ગઇ છે.

સારાભાઇ રોડ ઉપર આવેલી ઇશા હોસ્પિટલ અને હીમેટો ઓનકો ક્લિનિક દ્વારા ઇશા હોસ્પિટલમાં કેન્સર નિદાન કેન્દ્રની આજથી શરૂઆત કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન જાણીતા એડ્ગુરૂ પ્રહલાદ કક્કડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. નિરજ ભટ્ટ અને ડો. જીગર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મહિલાઓ વ્યસનમુક્ત હોય છે છતાં તેઓમાં કેન્સરનું પ્રમાણ વધી ગયું છે. તેવા એક પ્રશ્નના જવાબમાં ડોક્ટરોએ જણાવ્યું કે, મહિલાઓમાં કેન્સર થવાના બે કારણો હોય છે. એક હોર્મોન્સ અને તેઓની લાઇફ સ્ટાઇલ જવાબદાર હોય છે. વર્તમાન સ્થિતીમાં કેન્સરનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે જનજાગૃતિ લાવવી જરૂરી છે. આજથી શરૂ થયેલી હોસ્પિટલમાં કિમોથેરાપી, રેડીયોલોજી, પેથોલોજી અને રિહેબિલિટેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.