દેશમાં પ્રિ સ્કૂલ શિક્ષણ નો પાયો જ કાચો છે, શિક્ષણમાં સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ નવી દીશા આપી શકે : 3 idiots ફિલ્મ ફેમ સોનમ વાંગચૂક

Spread the love

વડોદરા, મી.રિપોર્ટર, ૨૭મી એપ્રિલ

દેશમાં પ્રિ સ્કૂલ શિક્ષણ નો પાયો જ કાચો છે,પ્રાથમિક શિક્ષણ જ ઉચ્ચ શિક્ષણનો પાયો છે. સ્કૂલોમાં પ્રાથમિક શિક્ષણ ઉપરજ ભાર મૂકવો જોઇએ. જોકે શિક્ષણમાં સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ નવી દીશા આપી શકે તેમ છે એમ બોલિવુડની જાણીતી 3 idiots ફિલ્મ જેમના પર થી બની છે તેવા ઇનોવેટીવ સાયન્ટિસ સોનમ વાંગચૂકે અત્રે જણાવ્યું હતું.

વડોદરા ઇનોવેશન કાઉન્સિલ અને યુ.જી.એસ.એફ. દ્વારા તોડ ફોડ જોડ ફેસ્ટ-2019નું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રહેલા 3 idiots ફિલ્મ  ફેમ સોનમ વાંગચૂકે વધુમાં જણાવ્યું કે, આજનું શિક્ષણ માત્ર પુસ્તકીયું રહી ગયું છે. જેમાં ધરમૂળથી સુધારો કરવાની જરૂર છે. પ્રાથમિક શિક્ષણની સાથે પ્રેકટિકલ શિક્ષણ પણ જરૂરી છે. શિક્ષણમાં સુધારો કરવાની જવાબદારી માત્ર સરકારની નથી. દરેક વ્યક્તિ અને સમાજની છે. સોશિયલ મિડીયા પ્રસરી ગયું છે. સોશિયલ મિડીયા બંધ કરી શકતા નથી. પરંતુ, સોશિયલ મિડીયાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણની નવી દીશા અને જ્ઞાનમાં વધારો કરી શકે છે. જે વિદ્યાર્થીને જે વિષયમાં રૂચિ હોય તેમાંજ તેને આગળ વધવાની તક આપવી જોઇએ. જો તેની ઇચ્છા વિરૂધ્ધ તેને કામ આપીશું તે તેમાં આગળ વધી શકશે નહિં.

આજે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓને સોનમ વાંગચૂકે વર્તમાન શિક્ષણ કેવું હોવું જોઇએ. તેની માહિતી પૂરી પાડી હતી. સોનમ વાંગચૂકે જણાવ્યું કે, સ્કૂલોમાં તોડ ફોડ જોડની શિક્ષણ પ્રથા અમલમાં મૂકવા જણાવ્યું હતું. વીઆઇસીના નિલેશ શુક્લએ સંસ્થા વિષે માહિતી પૂરી પાડી હતી.