વડોદરા, મી.રિપોર્ટર, ૨૯મી એપ્રિલ

વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીની વી.પી સલોની મિશ્રા પર એસિડ નાખવાની ધમકી આપનારા અને NSUI ના પૂર્વ પ્રમુખ ઝુબેર પઠાણને પોલીસે મુર્ગો બનાવ્યો હતો અને મેથીપાક ચખાડ્યો હતો. પોલીસની સામે જ રડતા રડતાં જ NSUI ના પૂર્વ પ્રમુખ ઝુબેર પઠાણે કાન પકડી ને અબ મે કિસી લડકી કી તરફ આંખ ઉઠાકે નહિ દેખૂંગા ઓર ઉનકી છેડતી ભી નહીં કરૂંગા. આવું બોલી ને જાહેરમાં માફી માંગી હતી. આ વિડીયો એ msu માં દાદાગીરી કરતા અને બની બેઠેલા નેતાઓમાં ભારે ફફડાટ મચાવી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, એમ.એસ.યુનિવર્સિટીમાં હોળીના દિવસે હોસ્ટેલમાં થયેલી મારામારી બાદ એક વિદ્યાર્થી પાસે રેગિંગની ખોટી ફરિયાદ કરાવનાર આર્ટસ ફેકલ્ટીના એક વિદ્યાર્થીને રસ્ટિકેટ કરવા તેમજ તેને બચાવવા બે ગ્રુપો દ્વારા શુક્રવારે હેડઓફીસ ખાતે રજૂઆતો કરવામાં આવી હતી. આ બે ગ્રુપો પૈકી રજૂઆત માટે આવેલ વી.પી સલોની મિશ્રા સહિતની વિદ્યાર્થીનીઓ પર પઠાણ ગ્રુપના ઝુબેર પઠાણે અસભ્ય ભાષામાં બૂમો પાડીને વી.પી સલોની મિશ્રા પર એસિડ નાખવાની ધમકી આપી હતી. ઝુબેર સહિતના વિદ્યાર્થીઓએ તેમને ‘દેખલો, ઈન લડકિયોં કો ઇનકી ઔકાત દિખાતે હૈ’ અને ‘ બાદ મેં મિલો, લડકિયાં ક્યાં કરને કે લિયે બની હૈ બતાતે હૈ’ એવી બૂમો પાડીને છેલ્લે ‘ બહાર નિકલકે જબ એસિડ ફેકેંગે તબ દેખના ક્યાં હોતા હૈ ‘ એવી ધમકી આપી હતી.

જેથી ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસ દ્વારા ઝુબેર પઠાણ સહિતના આઠ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે…..જુઓ…વિડીયો….કેવો રડે છે….ધમકી આપનાર નેતા ????

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: