ભોજન સાથે ફીસ સ્પા, ફુટ મસાજ તથા સ્વિમિંગપૂલની સુવિધા પણ ફ્રી માં અપાય છે
વડોદરા, ફૂડ-રેસીપી, મિ.રિપોર્ટર, ૯મી મે
શહેરના મુખ્ય માર્ગ થી 20 ફૂટ આવેલી રેસ્ટોરન્ટમાં તનાવ વગર ભોજન લેવું છે ? ભોજન ની સાથે સાથે ફીસ સ્પા, ફુટ મસાજ તથા સ્વિમિંગપૂલની મજા માણવા મળે તો ? તો પ્રશ્ન સામે સૌ કોઈ હા પાડી ને જવા માટે તૈયાર થઇ જશે. તો તમે પણ તૈયાર થઇ જાવ, કેમકે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રસોઈ બાય રોઝેટ નામના ઓર્ગેનિક રેસ્ટોરન્ટ શરુ થઇ છે, જેની ખાસિયત એ છે કે, ભોજનનો સ્વાદ તણાવમુક્ત વાતાવરણમાં માણી શકાય તે માટે ભોજન લેતા પહેલા ફીસ સ્પા, ફુટ મસાજ તથા સ્વિમિંગપૂલની સુવિધા ફ્રી માં આપવામાં આવે છે.
રસોઈ બાય રોઝેટ નામના ઓર્ગેનિક રેસ્ટોરન્ટના ઓનર યેશા પટેલે જણાવ્યું હતું કે, કેમિકલ, દવા અને કેમિકલ ફર્ટિલાઇઝર વગર પકવેલા ઇન્ગ્રિડિયન્સ દ્વારા માટીના વાસણમાં ફૂડ બનાવવામાં આવશે અને તેને સર્વ પણ માટીના વાસણમાં જ કરવામાં આવશે. જેનાથી શરીર તંદુરસ્ત અને મન પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેશે. આરોના પાણીથી શરીરમાં બી 12ની ઉણપ જોવા મળે છે તે દૂર કરવા માટે આલ્કલાઈન વોટર રેસ્ટોરન્ટમાં આવનાર દરેકને આપવામાં આવશે. અંડર વોટર ભોજનનો આનંદ માણી શકતા હોય એવી રિયલ ફીલ અપાવવા માટે એક હજાર માછલીઓ પ્રાથમિક તબક્કે એક લાખ લીટર પાણીમાં મુકવામાં આવી છે અને આવનર સમયમાં માછલીઓની સંખ્યા અઢી હજાર કરવામાં આવશે.