જે પરિવાર અંગ્રેજોથી નથી ડર્યો એ એના અવશેષોથી ડરશે ? ભાજપની ભયની રાજનીતિ બુમરેંગ સાબિત થશે : ઋત્વિજ જોષી

Spread the love

રાજનીતિ – મી.રિપોર્ટર, 12મી જુલાઈ.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા અને એમ.એસ. યુનિવર્સિટી ના પૂર્વ વીપી- પ્રમુખ ઋત્વિજ જોષીએ ભાજપ અને ભાજપના નેતાની વિચારધારા પર પ્રહાર કરતાં ઘણા જ ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપ અને તેમના નેતાઓની વિચારધારા અંગે ઋત્વિજ જોષી શું કહું રહ્યાં છે, તે વાંચો તેમના જ શબ્દોમાં….

ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે જ્યારે જ્યારે સત્ય અને સિદ્ધાંતો સામે ભગવી વિચારધારા ભયભીત થઈ છે ત્યારે ત્યારે ગોડસેની માનસિકતાએ માથું ઉચક્યુ છે. મહાત્મા ગાંધીથી લઈને રાહુલગાંધી સુધીની તમામ હિંસાત્મક ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં સંઘ-ભાજપની સક્રિયતા તેમની વિચારશુન્ય લાચારીનું પ્રતિબીંબ છે.

ભાજપનો એજન્ડા હંમેશા ભય ફેલાવી રાજ કરવાનો રહ્યો છે. હીંદુઓને મુસ્લિમોનો ડર બતાવવો, ક્ષત્રિય-પટેલને અરસપરસ ભય બતાવવો અને દલિત -સવર્ણ ને એકબીજાનો ભય બતાવી મતોનું ધૃવીકરણ જ ભાજપની સફળતાનું કારણ છે તે સર્વવિદીત છે.

રાહુલ ગાંધી પર કેસ કરનાર અને કરાવનાર રસ્તો ભુલ્યા હોય તેવું લાગે છે. કેસ કરી રાહુલજીને ડરાવવા નીકળેલાઓ કદાચ ગાંધી પરિવારના ઈતિહાસથી અવગત નથી. મોતીલાલ નહેરૂ અને જવાહરલાલ નહેરૂ થી શરૂ થયેલી સંઘર્ષ યાત્રા પહેલા વાંચી લેવાની જરૂર હતી. જેટલા દીવસ વડાપ્રધાન રહ્યા તેનાથી વધારે દીવસ જેલમાં વિતાવનાર નહેરૂજી અંગ્રેજી હકૂમતથી ના ડર્યા ના ઝુક્યા. ઇંદીરાજી દેશની અખંડિતતાની રક્ષા માટે ગોળીઓથી વિંધાઈ ગયા અને છતાં રાજીવજીએ દેશ સેવાની રાહ ના છોડી. રાજીવજીનો દેહ એલ.ટી.ટી.ઈ. ને ખતમ કરવા જતા બોમ્બથી ક્ષતવિક્ષીત થયેલો જોયા બાદ પણ સોનિયાજીએ આ રક્તપથને સ્વીકાર્યો એટલુ જ નહી ગાંધી પરિવારની પાંચમી પેઢી રાહુલજીને સંઘર્ષ માટે મેદાને ઉતાર્યા. જે પરિવાર ગોળી બારૂદ અને અંગ્રેજોના અત્યાચાર થી ના ડર્યા હોય એને જુદા જુદા કેસો કરી ડરાવવા નીકળેલી ભાજપાની કાયર પ્રકૃતિ હાસ્યાસ્પદ સાબિત થશે..

દાભોલકર, પાનસરે, રોહિત વેમુલા, અખલાખ, જુનૈદ જેવા કંઈક ભાજપી વૈશાલી વિચારધારાની વેદી પર બલી ચઢ્યા. એનડીટીવી જેવી તટસ્થ પત્રકારીતાને પ્રતાડિત કરાઈ. પાટીદારો દલીતો પર અત્યાચાર કર્યો. કિસાનોને ગોળીએ વીંધ્યા. હાર્દિક પટેલ અને કન્હેયાકુમારને દબાવવાનો ડરાવવાનો પ્રયાસ કર્યો. પણ ભાજપની ભયની રાજનીતિ કારગત ના નીવડી કારણ કે ભાજપ ખુદ ભયના ઓથાર હેઠળ છે.

જે પરિવાર અંગ્રેજોથી નથી ડર્યો એ એના અવશેષોથી ડરશે ??? ભાજપની ભયની રાજનીતિ બુમરેંગ સાબિત થશે.

આ વિચાર અને શબ્દ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ઋત્વિજ જોષીના છે. હાલ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.