14મીએ ઉત્તરાયણના દિવસે સવારે 8.16 વાગ્યે સૂર્યનો મકરમાં પ્રવેશ, કઈ રાશિ ના લોકોને લાભ થશે ?

www.mrreporter.in
Spread the love

એસ્ટ્રો ગુરુ – મી.રિપોર્ટર, 13મી જાન્યુઆરી. 

સૂર્યગ્રહ  14 જાન્યુઆરીએ સવારે 8.16 વાગ્યેથી  મકર રાશિમાં પ્રવેશ કરી 14 ફેબ્રુઆરી સુધી પરિભ્રમણ કરશે. આ ઘટનાને મકર સંક્રાંતિ કહેવાય છે. એ સાથે કમુરતા પણ પૂર્ણ થશે જેથી લોકો દરેક પ્રકારના શુભ કાર્યો કરી શકશે. આ દિવસે સૂર્ય પૃથ્વીના ઉત્તર તરફ ઢળતો જાય છે, માટે તેને ઉતરાયણ કહેવાય છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

14મીએ ઉત્તરાયણના દિવસે સવારે 8.16 વાગ્યે સૂર્યનો મકરમાં પ્રવેશ કરશે તો તેનો તમામ રાશિઓ પર  પ્રભાવ પડશે .  તમે પણ તમારી રાશિ પર શું અસર થશે, તે જાણવા માંગો છો  તો આખો ન્યુઝ વાંચો અને પરિવાર – મિત્રોને પણ તેમની રાશિઓ થી લાભ થશે કે નુકશાન તેની જાણકારી શેર કરો.

મકરસંક્રાંતિ દાન કરવાનો શ્રેષ્ઠ સમય

સવારે 8.14 થી 4.17 વહેલી સવારે ચો પગા પશુઓને લીલુ ઘાસ ચારો, પક્ષીઓને ચણ, ગરીબોને યથાશક્તિ દાન  અને  બ્રાહ્મણને વિશેષ દાનપુણ્ય કર્મ શ્રેષ્ઠ ગણાય છે

કઈ રાશિ ના લોકોએ કઈ વસ્તુ દાન કરવી

મેષ, કર્ક, વૃશ્ચિક:- ઘઉં, ગોળ, મસુરની દાળ, લાલ કાપડ, લાલ તલ, લાલ રંગની મીઠાઈ, તાંબાનું વાસણ

સિંહ,મકર,મીન:- ચણાની દાળ, ચંદન, પીળું કાપડ, કેશર, પીળા રંગની મીઠાઈ, ભોજપત્ર, પિત્તળનું વાસણ

વૃષભ,કન્યા,ધન:- ઘી, ખાંડ, સફેદ તલ, સફેદ રંગનો કાપડ, માવાની મીઠાઈ તથા રૂપાનું દાન કરવું.

મિથુન, તુલા, કુંભ:- સ્ટીલનું વાસણ, કાળા તલ દાન કરવું.

તો આવો જાણીએ રાશિવાર શું અસર થશે ? 

મેષ:- વેપારીઓને સરકારી કામ સફળતા.નવા મકાન-વાહન ખરીદીના યોગ, સંતાન શુભ સમાચાર આપશે.

વૃષભ:- ધાર્મિક યાત્રાઓ લાંબી થશે.ધર્માચાર્યોના આશીર્વાદથી ભાગ્ય ખીલશે.નવી-નવી તકો મળી શકે.

મિથુન:- આકસ્મિક મોટા અકસ્માતની શક્યતા.વાણીથી સંબંધો બગડે. નવા કરારો વડીલના સહાયથી થઈ શકે.

કર્ક:- માનસિક ઉગ્રતા વધે. લગ્નજીવનમાં ઝઘડા સાથે મતમતાંતર થયા કરે. ભાગીદારીના ધંધામાં સંભાળવું.

સિંહ:- અજાત શત્રુ પર વિજય. નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે. ડાબી આંખે તકલીફ થઈ શકે.

કન્યા:- પુત્રની ભાગ્ય ઉન્નતિ થશે.વડીલો સાથેનો સારો સંબંધ નવી તક અપાવશે. શેરબજારમાં રોકાણ કરી શકાય.

તુલા:- ધંધાદારી વર્ગને સરકારી નોટિસ મળી શકે.નવા મિત્રોથી લાભ. હૃદયની નાની-નાની તકલીફો થઈ શકે.

વૃશ્ચિક:- નવા સાહસથી સારી સફળતા પ્રાપ્ત થાય.જૂના તેમજ નવા દસ્તાવેજીકરણની તક મળશે.

ધન:- સરકારી આવક થવાનો યોગ છે, યુવાવર્ગને નવી તક મળી શકે. 

મકર:- માન-સન્માનમાં વધારો, બાકી લેણાંની સરકારી નોટિસોનો ઉકેલ આવશે. બગડેલા આરોગ્ય સુધરશે.

કુંભ:- આવક કરતા જાવક વધે. આકસ્મિક માંદગી આવી શકે. હરીફો પર વિજય પ્રાપ્ત થશે.

મીન:- દરેક ક્ષેત્રે પદોન્નતિ થાય. સરકારી લાભ, ઝવેરાતની ખરીદી મોટા પ્રમાણમાં થઈ શકે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.