વડોદરા, મિ.રિપોર્ટર, ૯મી ફેબ્રુઆરી.
આજની એજ્યુકેશન સિસ્ટમ માત્ર ઇન્ફર્મેશન મેળવવાની ટેકનીક બની ગઈ છે. જે માહિતી ગુગલમાંથી મળે છે, તેવી માહિતી જ્ઞાનના નામે સ્કૂલોમાં ભણાવવામાં આવે છે. જે યોગ્ય નથી. બાળકને તો સ્કુલમાં એ રીતે કમલ ખીલે છે તેવી રીતે મનની અંદર જ્ઞાનનો સંચાર થાય તેવી રીતે ભણાવવા જોઈએ. માત્ર સ્કુલમાં ઇન્ફર્મેશન આપવાથી એજ્યુકેશન સિસ્ટમ નહિ સુધરે. સ્કુલ અને કોલેજમાં બાળકોને ક્રિટીકલ થીંકીંગ અને કેરેક્ટર બિલ્ડીંગ શીખવાડવું જોઈએ. ખરેખર તો તો ટેકનોલોજીના યુગમાં માનવતા બચાવવી જરૂરી છે એમ આધ્યાત્મિક ગુરુ શ્રી એમ એ નવરચના યુનિવર્સીટી ખાતે યોજાતા ” સંવાદ ” કાર્યક્રમ અંતર્ગત પોતાના પુસ્તક ‘ ધી જર્ની કંટીન્યૂસ ‘ પુસ્તકના વિમોચન પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
મૂળ મુસ્લિમ પરિવારમાં જન્મેલા અને નાથ સંપ્રદાય દ્વારા દીક્ષા લીધા બાદ મધુકર નાથ બનેલા, જોકે હવે શ્રી એમ થી ઓળખાતા આધ્યાત્મિક ગુરુ શ્રી એમ એ 19 વર્ષની વયમાં જ હિમાલયમાં જઈને આકરી સાધના કરીને આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું હતું. તેમણે આજે નવરચના કેમ્પસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા નામ માં ધર્મ ન આવે એટલે મે મારું નામ M કરી નાખ્યું હતું. આજે આધ્યાત્મિકની અનેક બાબતોમાં સાયન્સ પડકાર આપે છે. એટલું જ નહિ પણ આધ્યાત્મિક બાબતોમાં વિશ્વાસ કરતુ નથી તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, આધ્યાત્મિક બાબત એ માત્ર અનુભવનો વિષય છે. આ પ્રસંગે નવરચના યુનિવર્સીટીના ચેરમેન શ્રીમતી તેજલ અમીને જણાવ્યું હતું કે, આધ્યાત્મિક ગુરુ શ્રી એમ નું પુસ્તક ‘ ધી જર્ની કંટીન્યૂસ ‘ પુસ્તકના વિમોચન રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે વિમોચન થશે. આ પુસ્તક તેમના અગાઉના પુસ્તક ” એપ્રેન્ટિસડ યુ અ હિમાલયન માસ્ટર ” ના અનુસંધાન આવૃત્તિ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પ્રસંગે જાણીતા લેખક, શિક્ષણવિદ્દ અને ચિંતક પદ્મશ્રી ડો.ગુણવંત શાહ શ્રી એમ સાથે સંવાદ કરશે.