મકાનોની ડીઝાઇન બદલાઈ, લોકો વચ્ચેની એકતા અને સમરસતા ની ભાવના ઘટી : પદ્મ શ્રી ડો.બાલકૃષ્ણ દોશી

થઇનવરચના યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો

મિ.રિપોર્ટર, ૮મી ડીસેમ્બર. 

દેશમાં જુના મકાનો અદભૂત અને તેના બાંધકામથી લઈને પર્યાવરણ તેમજ લોકોની સગવડતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા. જ્યાં તહેવારો અને સંસ્કૃતિ જીવે છે. બાધણી, રચના, સમાજ સાથે જ્યાં સંબધ છે. તેનુ નામ મકાન. જોકે સમયની સાથે મકાનોની ડીઝાઇન બદલાઈ અને મકાનો દુર-દુર વિસ્તારોમાં બનવા લાગ્યા જેના લીધે લોકો વચ્ચેની એકતા અને સમરસતાની ભાવના ઓછી થઇ ગઈ છે.  નવા મકાનમાં સંસ્કૃતિ મરી પરવારી છે એમ પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા અને પદ્મ શ્રી ડો.બાલકૃષ્ણ દોશીએ નવરચના યુનિવર્સિટીનો છઠ્ઠા પદવીદાન સમારોહ પૂર્વે જણાવ્યું હતું. 

નવરચના યુનિવર્સિટીનો આજે છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા અને પદ્મ શ્રી ડો.બાલકૃષ્ણ દોશીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે,  દેશમાં ઘણા સારા શહેરો છે. જોકે અમુક જગ્યા પર વસ્તી ઘટવાને લીધે શહેરોમાં આવેલા મકાનોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. બહારથી મકાનો સારા દેખાય છે, અંદર થી મકાનોની ડીઝાઇન બદલાઈ રહી છે. આપણા ત્યાં મને બનારસની ગલીઓ અને ત્યાં બનાવેલા મકાનોની ડીઝાઇન વધુ ગમે છે. આ જગ્યા પવિત્રતાનો અહેસાસ કરાવે છે. આપણે સૌએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. 

નવરચના યુનિવર્સિટીનો  છઠ્ઠો પદવીદાન સમારોહ  સંદર્ભે માહિતી આપતા નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રીમતી તેજલ અમીને જણાવ્યું હતું કે, નવરચના યુનિવર્સિટીમાં આજે ૫૩૫ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઇને જઇ રહ્યા છે. જેમાં ઇજનેરીંગ એન્ડ ટેક્નોલોજી માં ૧૯૪ વિદ્યાર્થીને, મેનેજમેન્ટ વિદ્યા શાખા માં ૧૧૫ વિદ્યાર્થીને, કોમ્પ્યુટર એપ્લિકેશન ક્ષેત્રે ૨૧ વિદ્યાર્થીને, વિજ્ઞાન માં ૯૦, કોમર્સ માં ૧૧, સોશીયલ વર્ક માં ૧૭, શિક્ષણ ક્ષેત્રે ૪૫ તથા આર્કિટેચર અને ડિઝાઇન ક્ષેત્ર માં ૬૩ વિદ્યાર્થીને ને ડિગ્રી એનાયત કરાઈ છે. આ વિદ્યાર્થીઓમાં ૧૭ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક આપવામાં આવ્યા છે, જે પૈકી ૧૧ વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ તેઓના જીવનમાં આગળ વધે તેવી શુભેચ્છા  પાઠવું છુ. 

 

Leave a Reply