નકલી ડૉક્ટરના એબોર્શનના લીધે પાકિસ્તાની કઈ મોડેલનું મૃત્યુ : કબ્રસ્તાન પાસે લાશ મળતાં ચકચાર…જુઓ…

દેશ-વિદેશ, મિ.રિપોર્ટર, ૧૩મી માર્ચ

પાકિસ્તાનની જાણીતા મોડેલ રુબાબ શફીકનો  મૃતદેહ થોડા દિવસ પહેલા કરાંચીના કબ્રસ્તાન નજીક મળી આવ્યો હતો.  હવે પાકિસ્તાની પોલીસે રુબાબ શફીકની મૃત્યુ અંગેનો કેસ સુલઝાવી દીધો છે. રુબાબના મૃત્યુને કેસમાં મેડીકલ ફિલ્ડના બે વ્યક્તિઓને ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજી પણ ફરાર છે.  અત્રે ઉલ્લેખનીય છે કે,  પાકિસ્તાનના જીઓ ટીવી મુજબ રુબાબ શફીકનું નકલી ડૉક્ટર દ્વારા ગર્ભપાત કરવામાં આવતાં તેણીનું મૃત્યુ થયું હતું. રુબાબ શફીકના મૃત્યુ બાદ  તેના સહાયક અને રુબાબ શફીકના મિત્ર ડૉક્ટરએ મૃતદેહને કબ્રસ્તાન નજીક ફેંકી દીધો હતો.

 રુબાબ શફીકની લાશ 22 ફેબ્રુઆરી, 2019 ના રોજ કરાચી ના  મોચ ગોથ કબ્રસ્તાન નજીક મળી હતી. પોલીસે તેની લાશને કરાચીના એક હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો, જ્યાં રુબાબ શફીકના સંબંધીઓએ તેના લાશની ઓળખ કરી હતી. પોલીસે આ બાબતની તપાસ કરી ત્યારે, તે જાણ્યું હતું કે રુબાબ શફીકને છેલ્લે તેના મિત્ર ઓમર સાથે જોવા મળી હતી. તે પછીથી ઓમર ગાયબ થઇ ગયો હતો.  પોલીસે કહ્યું છે કે ઓમર, રુબાબ શફીક તેને ગર્ભપાત માટે કરાંચીના નકલી ડૉક્ટર પાસે લઈ ગયો હતો. પરંતુ ગર્ભપાતની પ્રક્રિયા દરમિયાન, રુબાબ શફીકની કેટલીક તબીબી સમસ્યાઓઉભી થતાં જ  મૃત્યુ થયું હતું.  આ ઘટના બાદ  ડોક્ટર અને ઓમરે રુબાબ શફીકની લાશને કારમાં નાંખી ને ગભરાટમાં  કબ્રસ્તાન નજીક ફેંકીને ભાગી છુટ્યા હતા.  સમગ્ર ઘટનામાં આરોપી ડૉક્ટર અને તેના મદદનીશની ધરપકડ કરવામાં આવી છે. જોકે ઉમર હજુ પણ ફરાર છે. 

જો આપને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઈક અને શેર કરો. તમે તમારાં મોબાઇલના પ્લેસ્ટોરમાંથી Mr.reporter News ની એપ ડાઉનલોડ કરો & ઝડપથી સમાચાર મેળવો. એપ્સ Mr.reporter News ની લીંક મેળવવા માટે WhatsApp કરો : 9978099786

Leave a Reply