ખતરો ટળ્યો નથી : વડોદરાના હરિયાણા જમાત અને છોટાઉદેપુરના દિલ્હી જમાતમાં ગયેલા બંને વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ…વાંચો કોણ ?

હેલ્થ- વડોદરા, મિ.રિપોર્ટર, ૫મી એપ્રિલ

રાજ્યમાં કોરોના વાઈરસના કહેર વચ્ચે વડોદરામાં વધુ એક કેસ પોઝિટિવ નોંધાતા વડોદરા શહેર જિલ્લામાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 4 રિકવર થયા છે. જ્યારે એકનું મોત થયું છે. જયારે  છોટાઉદેપુર જિલ્લામાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. વડોદરામાં પોઝિટિવ આવનાર 54 વર્ષીય વૃદ્ધ હરિયાણાની તબલીગ જમાતમાં ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુરના બોડેલીના 60 વર્ષીય વૃદ્ધ દિલ્હીના તબલીગી જમાતમાં ગયા હતા. બંને પરત ફર્યા બાદ સેમ્પલ લેવાતા રિપોર્ટ પોઝોટિવ આવ્યા છે.

શહેરના નાગરવાડા વિસ્તારના 54 વર્ષીય વૃદ્ધ ફિરોઝ ખાન પઠાણ હરીયાણા જમાતમાં ગયા હતા.તેમનો  કોરોના ચકાસણી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે માહિતી આપતાં જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું  હતું કે આ વ્યક્તિ કોરોના શંકાસ્પદ તરીકે ગઇકાલે બપોરે સયાજી હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. જ્યાં એમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.આજે વહેલી સવારે એમનો રિપોર્ટ પોઝિટિવ આવતા એમના પરિવાર માટે તકેદારીના જરૂરી પગલાં VMC આરોગ્ય તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. વધુ એક કેસ પોઝિટિવ નોંધાતા વડોદરા શહેર જિલ્લામાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 4 રિકવર થયા છે. જ્યારે એકનું મોત થયું છે. હાલ નાગરવાડા વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે. વૃદ્ધના પત્ની અને બે બાળકોને આજવા રોડ ખાતે ક્વોરન્ટીન કરાયા છે. 

છોટાઉદેપુરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો

દિલ્હી મરકજ ગયેલા બોડેલીના 60 વર્ષીય વૃદ્ધ કિફયુતુલ્લા ઉમરજી ખત્રીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાવીજેતપુરના બે અને બોડેલીનો એક શખ્સ ગત ફેબ્રુઆરીની 18 મીએ જઈ 20મીએ પરત ફર્યા હતા. બે દિવસ પહેલા આ ત્રણ સહિત કુલ આઠ લોકોનાં સેમ્પલ મોકલાયા હતા. મરકજનો મામલો સામે આવતા ત્રણેયને હોમ ક્વોરન્ટીન કરાયા હતા. જિલ્લાનો પ્રથમ કેસ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. સંપર્કમાં આવેલ તમામને હોમ ક્વોરન્ટીન કરાશે. હાલ ત્રણેય છોટાઉદેપુરના સરકારી દવાખાનામાં આઈસોલેશન વોર્ડમાં છે.

 

 

Leave a Reply