24 કલાક વીજળી મેળવવાનો હવે ગ્રાહક ને અધિકાર, વધારે વીજકાપ થશે તો વળતર પણ મળશે

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી- મી.રિપોર્ટર, 22મી ડિસેમ્બર. 

દેશના લાખો -કરોડો  વીજ ગ્રાહકોને અનેક અધિકાર આપનાર ‘ The Electricity (Rights of Consumers) Rules: 2020’ને સોમવારે નોટીફાઈ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ ગ્રાહકોને 24 કલાક વીજળી મેળવવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. જો વીજળી  કંપનીઓ વીજ પુરવઠામાં નિયત સમય કરતા વધારે કાપ મુકશે તો ગ્રાહકોને વળતર આપવું પડશે. આ નોટિફિકેશનની સાથે જ નવો નિયમ લાગૂ થઈ ગયો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

નવા વીજળીના નિયમ અંગે કેન્દ્રના વીજ અને પુનઃપ્રાપ્ય ઉર્જા બાબતોના મંત્રી આરકે સિંહે જણાવ્યું હતું કે અત્યારે સમગ્ર દેશમાં વીજળી કંપનીઓની ઈજારાશાહી છે. ગ્રાહકો પાસે કોઈ વિકલ્પ નથી. આ સંજોગોમાં ગ્રાહકોને અધિકાર આપવા માટે નવા નિયમ તથા તેને લાગૂ કરવા માટે વ્યવસ્થાની જરૂર હતી. હવે વીજળી કંપનીઓની ઈજારાશાહી નો  અંત આવી જશે. નવા વીજળી નિયમને લઈ વીજ મંત્રાલયે સપ્ટેમ્બર મહિનામાં એક ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ નિયમને લઈ 100થી વધારે સૂચનો મળ્યા હતા. આ સૂચનોને ફાઈનલ રુલ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા ગ્રાહકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

તેમણે  વધુમાં જણાવ્યું હતું કે,  વીજ ગ્રાહકોને નવા અથવા વર્તમાન જોડાણમાં સુધારા, મીટરિંગ એરેન્જમેન્ટ, બિલિંગ તથા ચુકવણી સહિતના અનેક અધિકારો આપવામાં આવ્યા છે. જો વીજળી કંપનીઓ સમયસર સેવા પૂરી નહીં પાડે તો ગ્રાહકોને વળતર આપવાનું રહેશે.

www.mrreporter.in

આ વળતર સીધા ગ્રાહકોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. વળતર નક્કી કરવાની જવાબદારી નિયમનકારી પંચને સોંપવામાં આવેલ છે. વીજળી કંપનીઓએ ગ્રાહકોને 24 કલાક સપ્લાઈ આપવો પડશે. જોકે, એગ્રીકલ્ચર સહિત ખાસ પ્રકારના જોડાણ ધરાવતા ગ્રાહકોને ઓછો સપ્લાઈ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવા નિયમો હેઠળ વીજળી કંપનીઓની જવાબદારી રહેશે કે તે ગ્રાહકોની માંગ પ્રમાણે નિયત જગ્યા પર સર્વિસ આપે. કંપનીઓને મેટ્રો સિટીમાં 7 દિવસમાં નવા જોડાણ આપવા પડશે. મ્યુનિસિપલ વિસ્તારોમાં આ અવધિ 15 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 30 દિવસ રહેશે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.