કેવડિયા, ૧૫મી ડીસેમ્બર.
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડિયા આજે 20 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા દેશના પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું આજે ખાતમુર્હુત કર્યું હતું. ખાતમુર્હુત પૂર્વે તેમણે વેલી ઓફ ફ્લાવર ખાતે આગમન અને પીપળાના વૃક્ષનું વાવેતર કર્યું હતું અને સરદાર વલ્લભભાઇ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી નિહાળી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. આજે સવારે વડોદરા એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતુ. આ પ્રસંગે રેલવે મંત્રી પિયુષ ગોયલ, વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર, ક્લેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.
રેલવે સ્ટેશનની છત પર 200 કિલોવોટ વીજળી ઉત્પાદન કરતી સોલાર પ્લેટો લગાડાશે
- રેલવે સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકો વોટરલેશ બાથરૂમ, ઈસ્યુલેટેડ સીસા, દીવાલ બનાવાશે
- સ્ટેશન માસ્ટરની ઓફિસ, પ્રવાસીઓ માટે સામાન્ય પ્રતિક્ષા કક્ષ, વીવીઆઈપી પ્રતિક્ષા કક્ષ, વિદેશી પ્રવાસીઓ માટે લોન્જ બનાવવામાં આવશે
પ્રવાસીઓની સંખ્યા વધતા રેલવે સ્ટેશનન બનાવવાનો નિર્ણય કરાયો
- નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને પ્રવાસીઓની વધતી ભીડને જોઇને જ રેલવે સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ પહેલા પ્રવાસીઓના સવલત માટે ફોર લેન રોડ બનાવી દેવાયા છે અને હવે રેલવે જંક્શન પણ બનશે. જેમાં 18 કિલોમીટરની ડભોઇથી ચાંદોદની બ્રોડગેજ લાઈનને 32 કિ.મી. લંબાવી ચાંદોદથી સીધી કેવડિયા લઇ જવામાં આવશે.