દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન, પત્ની મધુલિકા સહિત 13 ઓફિસરના મોત

www.mrreporter.in
Spread the love

દિલ્હી- મી.રિપોર્ટર, ૮મી ડીસેમ્બર.

દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અને તેમના પત્ની મધુલિકા સહિત સેનાના 13 ઓફિસરના તામિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાના  MI-17V5  હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયા છે. ખુદ ઈન્ડિયન એરફોર્સે પણ twitter દ્વારા તેની પુષ્ટી કરી છે. આ ઘટના બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સહીત હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા અધિકારીઓ અંગે દુઃખ વ્યક્ત કરીને પરિવાર ને સાંત્વના પાઠવી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

www.mrreporter.in

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિકા.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અને તેમના પત્ની મધુલિકા સહિત સેનાના 14 ઓફિસર તામિલનાડુના સુલુર એરબેઝથી વેલિંગ્ટન  એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. તે વેળાએ કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું.

www.mrreporter.in

ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી. જેના પગલે હેલિકોપ્ટરમાં બેઠેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સહીત 14 અધિકારીઓ 80 થી 85 ટકા ગંભીર રીતે દાઝી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલામાં  ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા સહિત સેનાના 14 ઓફિસરના સમાવેશ થાય છે. આ તમામ પૈકી 13 મૃતદેહ મળ્યા છે.  જયારે આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે તેમની સ્થિતિ પણ ઘણી ગંભીર જણાવવામાં આવી છે.

અત્રે ઉલ્લખનીય છે કે, જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. તેમણે 1લી જાન્યુઆરી 2020ના રોજ પદ સંભાળ્યું હતું. રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેના-પ્રમુખપદે રહ્યા હતા.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.