દેશની સૌ પ્રથમ એશિયન સ્કૂલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ વડોદરામાં યોજાશે

 ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તા. 14 થી 21 ઓગષ્ટ યોજાશે : એશિયાના ભારત સહિતના 8 દેશોના 96 બોઈઝ – ગર્લ્સ ટીટી પ્લેયર્સ ભાગ લેશે

ભારતીય ટીમમાં 4 ગુજરાતી ખેલાડીઓનો સમાવેશ : 14મી ઓગષ્ટે સાંજે 5 વાગ્યે મંત્રી કિરણ રિજ્જુની ઉપસ્થિતિમાં ઉદ્ઘઘાટન સમારોહ યોજાશે

સ્પોર્ટ્સ – વડોદરા, 12મી ઓગસ્ટ,મી.રિપોર્ટર.

દેશની  પ્રથમ એશિયન સ્કૂલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ – 2019 વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે તા. 14 થી 21 ઓગષ્ટ દરમિયાન યોજાનાર છે. જેનું  ઉદ્ઘઘાટન   14મી ઓગષ્ટે સાંજે 5 વાગ્યે મંત્રી કિરણ રિજ્જુ કરશે.

આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં બરોડા ટેબલ ટેનિસ એસો.ના ચેરમેન જયાબહેન ઠક્કર અત્રે જણાવ્યું હતું કે, વડોદરામાં ભારતની પહેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે તે ખૂબ જ ગૌરવની વાત છે. એશિયન સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન (ASSF) દ્વારા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI)ના નેજા હેઠળ 6ઠ્ઠી એશિયન સ્કૂલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન ટેબલ ટેનિસ એસો. ઓફ બરોડા (TTAB) અને અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) ના યજમાનપદે યોજવામાં આવી રહ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તથા ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસો.નો તેમાં સહકાર રહેશે.

 

તેમણે વધુમાં આ ચેમ્પિયનશિપમાં એશિયન દ્વિપ સમૂહના 8 દેશો ભારત, ચીન, ઇન્ડોનેશિયા, હોંગકોંગ – ચીન, નેપાળ, થાઈલેન્ડ, બાંગ્લાદેશ અને યુએઈના ખેલાડીઓ ભાગ લેશે. દરેક દેશની 6 – 6 ખેલાડીઓ ધરાવતી 1 બોઈઝ અને 1 ગર્લ્સ ટીમ ભાગ લેશે. આમ લગભગ 48 જેટલાં ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેશે. આ ઉપરાત ઓફિશિયલ્સ અને આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય કક્ષાના અમ્પાયર્સ પણ સ્પર્ધામાં ભાગ લેશે.

આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ યોજાનાર આ ચેમ્પિયનશિપમાં લગભગ 56 સિંગલ્સ, 48 ડબલ્સ અને ટીમ ચેમ્પિયનશિપની 32 મળી લગભગ 136 મેચ રમાડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છેકે, 14મી ઓગષ્ટના રોજ સાંજે 5 વાગ્યે યોજાનાર ઉદ્ઘઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન પદે યૂથ અફેર્સ અને સ્પોર્ટ્સના મંત્રી કિરણ રીજ્જુ  ઉપરાંત રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ અતિથિ વિશેષ પદે મેયર જીગીશાબહેન શેઠ, સાંસદ રંજનબહેન ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Leave a Reply