દેશમાં ૩જી મે થી 18 દિવસનું કડક Lockdown લાગવાનું છે ? વાયરલ થઈ રહેલા મેસેજ અંગે સરકારે શું કીધું ?

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી, મી.રિપોર્ટર, ૧લી મે.

દેશમાં કોરોના કહેર વધ્યો છે. રોજ લાખોની સંખ્યામાં કેસ નોધાઇ રહ્યા છે. ઓક્સીજન અને બેડ ની સંખ્યા ઘટી રહી છે. જેના લીધે લોકોના મોત થઇ રહ્યા છે. આવામાં હવે  એવી પણ ખબરો આવી રહી હતી કે દેશમાં લોકડાઉન લાગી શકે છે. સોશિયલ મીડિયામાં આ અંગે પોસ્ટ શેર થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર 3 મેથી 20 મે વચ્ચે એટલે કે 18 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લગાવવા જઈ રહી છે.

વાઈરલ પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હાલમાં જ કેન્દ્ર સરકારે એક પ્રસ્તાવ તૈયાર કર્યો હતો જેમાં દેશના 150 જિલ્લામાં લોકડાઉનની વાત છે.  દેશના તમામ રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉન પર સહમતિ વ્યક્ત કરી છે. આ મેસેજમાં પીએમ મોદીનો ફોટો પણ છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

જોકે ઝડપ થી સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહેલા પોસ્ટ અંગે ચોકાવનારી વિગતો બહાર આવી છે. લોક ડાઉન અંગેના વાઈરલ પોસ્ટ ની ખુદ  PIB એ #PIBFactCheck માં આ દાવાની પોલ ખોલી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા મેસેજ સામે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (PIB)એ પોતાના #PIBFactCheck ( ફેક્ટ ચેકમાં) જણાવ્યું છે કે, લોકડાઉન અંગે વાઈરલ કરવામાં આવી રહેલો મેસેજ સંપૂર્ણ રીતે ખોટો છે. સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી.

PIB એ કરી ટ્વીટ કરી ખુલાસો કર્યો….વાંચો…

 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.