ભોપાલ, ૧૨મી ડીસેમ્બર.
તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ કોંગ્રેસ પાર્ટી માટે રાજીનીતીમાં નિરાશા ખંખેરીને પાછા ફરવાની તક સમાન બની છે. એમાંય છત્તીસગઢ અને રાજસ્થાન પછી હવે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ માટે સત્તાના દરવાજા ખુલી ગયા છે. અહીં આવેલા ફાઈનલ પરિણામ પ્રમાણે 230 સીટમાંથી કોંગ્રેસને 114 સીટ પર જીત મળી છે. કોંગ્રેસ બહુમતના આંકડાથી માત્ર 2 સીટજ દૂર રહી હતી અને તે માટે હવે બસપા સુપ્રીમો માયાવતી અને સપાના નેતા અખિલેશ યાદવે સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ દરમિયાન બીજેપી નેતા શિવરાજ સિંહે રાજ્યપાલને મળીને રાજીનામું સોપ્યું છે. શિવરાજ સિંહે કમલનાથને કોંગ્રેસની જીત માટે અભીનંદન પણ પાઠવ્યા હતા.
રાજ્યપાલે કોંગ્રેસને આપ્યું આમંત્રણ
મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કોંગ્રેસને બપોરે 12 વાગે મળવા માટે આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ તેમની બહુમતી રજૂ કરીને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરશે.
રાજુનામા બાદ શું કહ્યું શિવરાજ સિંહ ચૌહાણે?
મધ્યપ્રદેશમાં 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલા બીજેપી નેતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અમારી પાસે બહુમત ન હોવાથી અમે સરકાર બનાવવાનો દાવો નહીં કરીએ. હું રાજ્યપાલને મારું રાજીનામું સોંપીશ.