શહેરના હિન્દી ભાષીઓએ ધામધૂમથી છઠપૂજાની ઉજવણી કરી : હિન્દી વિકાસ મંચ દ્વારા આયોજન કરાયું

મિ.રિપોર્ટર, ૧૩મી નવેમ્બર. 

દેશમાં હિન્દી ભાષીઓ માટે દિવાળીના તહેવારો સાથે છઠ પૂજાનું આગવું મહત્વ છે. આજના દિવસે તેઓ ઉપવાસ તેમજ વ્રત કરીને ડૂબતા સૂર્યની તેમજ બીજા દિવસે ઉગતા સૂર્યની પૂજા કરી ને ત્યાર બાદ વ્રત પુરા કરે છે. હિન્દી વિકાસ મંચ દ્વારા વડોદરાના તળાવો તેમજ નદી કાંઠા પર પૂજા કરીને ધામધૂમથી છઠ પૂજાની ઉજવણી કરાઈ હતી. 

આજે છઠ પૂજાને દિવસે વડોદરા અને નજીકના વિસ્તારોમાં રહેતા હજારો હિન્દી ભાષી પરિવારોએ સૂર્યદેવની પૂજા કરીને છઠપૂજાની ઉજવણી કરી. પરંપરાગત સાડીઓમાં તેમજ પોષકોમાં સજ્જ, પરિણીત સ્ત્રીઓ અને તેમના પરિવારજનો સાથે નદી તેમજ તળાવોના કિનારે ભગવાન સૂર્યનારાયણ ની પુજા અર્ચના કરવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા.આભાર માનવા પૂજા કરે છે. આથમતા સૂર્યની પૂજા કરી ને પાણીની અંદર તેમજ કિનારા પર હિન્દી ભાષી પરિવારો સૂર્ય દેવની પૂજા કરીને અર્ધ્ય આપીને ઉપાસના કરીને ઉજવણી કરે છે .

આજથી શરૂ થયેલી ઉજવણી ચાર દિવસ સુધી ચાલે છે. સૂર્યદેવની ઉપાસના, ઉપવાસ તેમજ નદીમાં સ્નાન કરવામાં આવે છે અને સુખાકારી, પ્રગતિ અને સમૃદ્ધિ માટેના આશીર્વાદ મેળવવામાં આવે છે.