ડિવાઈડર કૂદીને બસ બ્રિજની વચ્ચોવચ આવેલી દીવાલમાં ધડાકાભેર ઘૂસી ગઈ, અખબારનગર અંડરપાસમાં ભયાનક અકસ્માત

www.mrreporter.in
Spread the love

અમદાવાદ- મી.રિપોર્ટર, 9મી ડિસેમ્બર. 

શહેરના અખબારનગર અન્ડર પાસમાં બીઆરટીએસની બસના ડ્રાઈવર નો કાબુ જતા જ બસ ધડાકાભેર બ્રિજની વચ્ચોવચ જ્યાંથી ઉપરના ભાગે રેલવે લાઈન પસાર થાય છે તેની નીચેની દીવાલમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા હોવાના અહેવાલ છે, જે તમામને 108માં હોસ્પિટલ પહોંચાડાયા છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

BRTS બસ ઓવર સ્પીડ અને સ્ટીયરિંગ લોક થવાને કારણે ડિવાઈડર પર ચઢી અન્ડરપાસના પિલ્લર સાથે અથડાઈ હતી, જેને પગલે બસના વચ્ચેથી અડધે સુધી ફાડિયાં થઈ ગયાં હતાં. આ અકસ્માતની થોડી ક્ષણો પહેલાં જ તમામ પેસેન્જર પ્રગતિનગર પાસે ઊતરી જતાં અકસ્માતમાં મોટી ખુવારી થતાં સહેજમાં બચી ગઈ હતી.

This slideshow requires JavaScript.

આ બનાવ એટલો તો ગંભીર હતો કે બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી, જેને કારણે માત્ર બસની અંદરનો ભાગ કાટમાળ બની ગયો છે. ઈજાગ્રસ્ત બનેલા ડ્રાઈવર રમેશ મકવાણા પ્રગતિનગર પાસે પેસેન્જરને ઉતારીને બસને RTO ડેપો પાસે લઇ જતા હતા. એ સમયે અન્ડરપાસમાં બસ ઉતારતાંની સાથે જ બસનું સ્ટીયરિંગ લોક થવાને કારણે બસ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ અને અકસ્માત થયો હતો. 

આ દુર્ઘટનાને પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાર બાદ તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસ મુજબ ડ્રાઈવર અને સુપરવાઈઝર બે જ લોકો હતા.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.